બોલીવૂડ નિર્માતાઓને કોરોના વાયરસ હંફાવી રહ્યો છે

– ટોચના કલાકારોની ફિલ્મોને ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ કરવાનો નિર્ણય

 

કોરોના વાયરસને કારણે થિયેટરો બંધ હોવાથી  થિયેટરના માલિકો જ નહીં પરંતુ ફિલ્મસર્જકોને પણ નુકસાન ઉઠાવું પડી રહ્યું છે. એવામાં હવે નિર્માતાઓએ થાકીને પોતાની ફિલ્મો ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ કરવાનો નિર્ણય કર્યો છે. હાલમાં જ અમિતાભ-આયુષમાનની ગુલાબો સિતાબો ઓનલાઇન રિલીઝ કરવામાં આવી છે. હવે આ યાદીમાં અન્ય આઠ ફિલ્મોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

અક્ષય કુમારની લક્ષ્મીબોમ્બ 22મેના રોજ રિલીઝ થવાની હતી જેના હજી કોઇ ઠેકાણા નથી.

અજય દેવગણ અને સોનાક્ષી સિંહાની ભુજ : ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા ૧૯૭૧ના ભારત-પાકિસ્તાન યુદ્ધ પર આધારિત છે. કહેવાય છે કેઆ ફિલ્મને ઓગસ્ટમાં રિલીઝ કરવામાં આવશે.

મહેશ ભટ્ટની ફિલ્મ સડકની સિકવલ સડક ટુને પણ ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ કરવાની યોજના થઇ રહી છે.

ધ બિગ બુલ ફિલ્મમાં અભિષેક બચ્ચન મુખ્ય ભૂમિકામાં છે જે શેર દલાર્હર્ષદ મહેતાના ગોટાળા પર આધારિત છે.

દિલ બેચારા ફિલ્મમાં સુશાંત સિંહ રાજપૂત, સંજના ગાંધી અને સૈફ અલી ખાન જોવા મળશે.

મિમી ફિલ્મમાં ક્રિતિ સેનોનની મુખ્ય ભૂમિકા છે જેમાં તે એક

સરોગેટ મધરના પાત્રમાં જોવા મળશે

શિદ્ધત ફિલ્મમાં વિકી કોશલનો ભાઇ સની કૌશલ કામ કરી રહ્યો છે.

લૂટકેસ ફિલ્મમાં કુણાલ ખેમુ તેમજ અન્યો કામ કરી રહ્યા છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.