બોલિવૂડમાં લોકોને ઠગવાના કેટલાક કેસ સામે આવ્યા હતા અને ત્યારે પોલીસમાં ફરિયાદ બાદ ઘણા સેલેબ્સને કોર્ટના ધક્કા પણ ખાવા પડ્યા છે. પરંતુ હવે એક નવી જ ખબર સામે આવી છે. એક ક્રિએટિવ ડાયરેક્ટર અને બોલિવૂડ એક્ટરની 60 ગ્રામ ચરસ રાખતા હોવાના આરોપમાં ઓશિવારા પોલીસે ધરપકડ કરી હતી.
24 ડિસેમ્બરે ઓશિવારાના મેગા મોલ નજીક નાકાબંદી દરમિયાન બંનેને આવા તત્વો સાથે ઝડપી પાડ્યા હતા અને અટકાયત કરવામાં આવી હતી. ધરપકડ કરવામાં આવેલા ક્રિએટિવ ડાયરેક્ટરનું નામ છે સૌરભ અરોરા અને અભિનેતાનું નામ રાહુલ ત્યાગી છે. 23-24 ડિસેમ્બરની રાત્રે ઓશીવારા પોલીસને મેગા મોલ નજીક તૈનાત કરવામાં આવી હતી.
ઇન્સ્પેક્ટર રઘુનાથ કદમે કહ્યું કે, રાત્રે લગભગ 12.30 વાગ્યે આ બંનેની કાર ઉભી રખાવી હતી અને તેનું ડ્રાઇવિંગ લાઇસન્સ ચેક કરવા માટે માગ કરી હતી. ત્યારે અમને કંઈક શંકાસ્પદ લાગ્યું એટલે કારને સાઈડમાં લઈ અમે પુરી રીતે તપાસ હાથ ધરી હતી. તપાસ કરતાં જ કારમાંથી લગભગ 60 ગ્રામ જેવું ચરસ મળ્યું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.