બોલીવૂડ પર છવાયું કોરોના સંકટ,મુંબઇની હોસ્પિટલમાં લઈ રહ્યા હતા કોરોનાની સારવાર

80 ના દાયકામાં ઋષિ કપૂરથી લઈને શત્રુઘ્ન સિંહા સુધીના ઘણા મોટા કલાકારો સાથેની ફિલ્મોમાં કામ કરનારી અભિનેત્રી ગીતા બહલનું શનિવારે રાત્રે 9.40 વાગ્યે કોરોનાને કારણે નિધન થયું હતું.

કોરોના પોઝિટિવ ગીતા બહલને 19 એપ્રિલના રોજ મુંબઈના જુહુની ક્રિટીકેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તે 64 વર્ષની ઉંમર ધરાવતા હતી.

નોંધનીય છે કે ગીતાના ભાઈ રવિ બહલ, તેની 85 વર્ષીય માતા અને તેમના ઘરમાં કામ કરનાર મહિલા પણ કોરોનાની લપેટમાં આવી ગઈ હતી. પરંતુ ઘરે ઓઇસોલેશનમાં રહેતાં, ત્રણેયને આ રોગમાંથી 7 થી 10 દિવસમાં મુક્તિ મળી હતી. પરંતુ 26 એપ્રિલના રોજ તબિયત લથડતા ગીતાને આઈસીયુ ખસેડવામાં આવી હતી.

આપને જણાવી દઇએ કે, 80 ના દાયકામાં, ગીતા બહલે ઋષિ કપૂર અને મૌશમી ચેટર્જી સાથે ફિલ્મ દો પ્રેમી (1980), જમાને કો દિખાના હૈ (1981), મેને જીના શીખ લીયા (1982), મેરા દોસ્ત મેરા દુશ્મન (1984), નયા સફર (1985). આ હિન્દી ફિલ્મો ઉપરાંત ગીતા બહલે ગુજરાતી ફિલ્મ નસીબ નો ખેલ (1982) અને યાર ગરીબા દા (1986) જેવી પંજાબી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.