મુંબઈઃ અક્ષય કુમારે ટ્વિટર પર ગયા વર્ષે 14 ફેબ્રુઆરીના રોજ થયેલા પુલવામા હુમલામાં શહીદ થયેલા 40 જવાનોને યાદ કર્યાં હતાં. જ્હોન અબ્રાહમ, રિચા ચઢ્ઢા, વિશાલ દદલાણી સહિતના સેલેબ્સે જવાનોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
અક્ષય કુમારે ટ્વીટ કરી હતી, પ્રેમના દિવસે,આપણે એ લોકોને યાદ કરીએ જેમણે દેશને સૌથી વધુ પ્રેમ કર્યો. તેમના બલિદાનને હંમેશાં યાદ રાખવામાં આવશે. પુલવામા હુમલાના શહીદોને નમન. આપણે ક્યારેય ભૂલ્યા નથી, આપણે ક્યારેય માફ કર્યા નથી.
રિચા ચઢ્ઢાએ ટ્વીટ કરી હતી, 14 ફેબ્રુઆરી હંમેશાં એ વાત યાદ અપાવશે કે આપણા ઈન્ટેલિજન્સની ભૂલને કારણે 44 સીઆરપીએફ જવાનોએ પોતાનો જીવ ગુમાવ્યો. આશા છે અસલી ગદ્દાર તથા હિઝબુલને સાથ આપનાર દેવેન્દર સિંહની જર્નલિસ્ટ તપાસ કરશે.સિંગર તથા મ્યૂઝિક કમ્પોઝર વિશાલ દદલાણીએ કહ્યું હતું, એક વર્ષ પહેલાં પુલવામા હુમલામાં 40થી વધુ જવાનો શહીદ થયા હતાં. તેમના પરિવાર પ્રત્યે સહાનુભૂતિ. આ ઘટના બાદ કેટલાંક સવાલો ઊઠાવવામાં આવ્યા હતાં પરંતુ આજે પણ તેમના જવાબ મળ્યા નથી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.