– દેશભક્ત લોકો આવા કલાકારોથી સાવધ રહે, ટ્વીટમાં અપીલ
ભાજપના ઉપાધ્યક્ષ અને રાષ્ટ્રીય પ્રવક્તા વૈજયંત પાંડાએ બુધવારે એવો આક્ષેપ કર્યો હતો કે બોલિવૂડના ટોચના કલાકારો અને ફિલ્મ સર્જકોને ISI અને પાકિસ્તાની લશ્કર સાથે સારો ઘરોબો છે અને જમ્મુ કશ્મીરમાં અશાંતિ સર્જવાના પ્રયાસો થઇ રહ્યા હતા.
પાંડાએ એવી ટ્વીટ કરી હતી કે બોલિવૂડની કેટલીક હસ્તીઓ જમ્મુ કશ્મીરમાં હિંસા ભડકાવનારા પાકિસ્તાનીઓ અને એનઆરઆઇ ભારતીયો સાથે અંગત અને વ્યાવસાયિકસંબંધો ધરાવીને ISI તથા પાકિસ્તાની લશ્કર સાથે પણ ઘરોબો ધરાવે છે. બોલિવૂડના દેશભક્ત લોકોને મારી અપીલ છે કે આવા દેશદ્રોહીઓ સાથે કામ નહીં કરો…
પાંડાની આ ટ્વીટનો કોઇ પ્રતિભાવ બોલિવૂડ તરફથી આવ્યો નહોતો પરંતુ સોશ્યલ મિડિયા પર અનેક લોકોએ પાંડાને એવી અપીલ કરી હતી કે તમે આવા લોકોનાં નામ જાહેર કરીને તેમને ખુલ્લા પાડો. નામ કે ઓળખ વગરની ટ્વીટથી સમગ્ર બોલિવૂડ બદનામ થઇ શકે છે. કેટલાક લોકોએ તેમને એવું સૂચન કર્યું હતું કે તમારા પક્ષની કેન્દ્રમાં સરકાર છે. આવા શંકાસ્પદ લોકોની નેશનલ ઇન્વેસ્ટિગેટિવ એજન્સી દ્વારા તપાસ કરાવો.
અત્રે એ નોંધનીય છે કે પ્રતિભાવાન અભિનેતા સુશાંત સિંઘ રાજપૂતે કરેલી આત્મહત્યા પછી બોલિવૂડમાં અનેક જૂથ સર્જાયા હતા. દરેક જૂથ એકબીજા પર આરોપોની ઝડી વરસાવી રહ્યું છે. ખાસ કરીને કંગના રનૌતે કરણ જોહર, આદિત્ય ચોપરા, સંજય લીલા ભણસાલી અને સલમાન ખાન જેવા ટોચના ફિલ્મ સર્જકો ઉપરાંત મુંબઇ પોલીસ પર પણ ગંભીર આક્ષેપ કર્યા હતા. આ લોકોએ ઇરાદાપૂર્વક સુશાંત સિંઘ રાજપૂતને વિખૂટો પાડીને આત્મહત્યા કરવાની ફરજ પાડી હતી અને આ લોકો દાઉદ ઇબ્રાહિમના ઇશારે કામ કરી રહ્યા હોવાની ખરીખોટી માન્યતા હાલ પ્રવર્તી રહી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.