બોલિવૂડમાં અનુષ્કા શર્માએ ખૂબ મહેનતથી પોતાનું સ્થાન જમાવ્યું છે. અનુષ્કા શર્માએ ત્રણેય ખાન સાથે કામ કર્યું છે. તે રાજકુમાર હીરાની અને આમિર ખાન જેવા કલાકારો સાથે પીકે ફિલ્મમાં કામ કરી ચુકી છે. જોકે, આ બંને સાથે કામ કરવા તેણે 3 ઇડિયટ્સ ફિલ્મ માટે પણ પ્રયત્ન કર્યો હતો. આ ફિલ્મ માટે તેણે ઓડિશન આપ્યું હતું. પરંતુ આ ઓડિશન નિર્માતાઓ સુધી પહોંચી શક્યું ન હતું.
અનુષ્કા શર્મા ઓડિશન વિડીયોમાં મુન્નાભાઈ એમબીબીએસ ફિલ્મનો ડાયલોગ બોલતા નજરે ચડે છે. આ ડાયલોગ મુન્નાભાઈ એમબીબીએસમાં ગ્રેસી સિંહે બોલ્યો હતો. વીડિયોમાં અનુષ્કા શર્મા ખૂબ જ યંગ દેખાય છે.
વીડિયોમાં અનુષ્કા શર્મા કહી રહી છે કે, વર્ષ 2007માં તેણે એક ફિલ્મની લીડ એક્ટ્રેસના રોલ માટે ઓડિશન આપ્યું હતું. તે ફિલ્મ 3 ઈડિયટ્સ હતી
વાયરલ થયેલા આ વીડિયોમાં રાજકુમાર હીરાની એમ કહેતા સંભળાય છે કે, અનુષ્કાએ 3 ઈડિયટ્સ માટે ઓડિશન આપ્યું હતું. ના…ના… અનુષ્કાએ તેવું ક્યારેય નથી કર્યું. આવું સાંભળ્યા બાદ અનુષ્કા શર્મા રાજકુમાર હિરાની અને આમિર ખાનને તે વીડિયો બતાવે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.