મુંબઈના ચાર તબીબોના રિપોર્ટ પોઝિટીવ આવતા ડૉકટરો ચિંતામાં મુકાયા

શહેરમાં જેમના નોવેલ કોરોના વાયરસના રિપોર્ટ પોઝિટીવ આવ્યા છે એવા ૧૦૮ દર્દીઓમાંથી  ચાર ડૉકટર છે એમને પોતાની ફરજ બજાવતી  વખતે કોરોનાનું ઈન્ફેકશન  લાગ્યું હતું. મૃત્યુ પામેલા ચાર દર્દીઓમાં ૮૫ વર્ષના એક નિવૃત્ત  યુરોલોજિસ્ટનો  પણ સમાવેશ હતો.

અત્રે નોંધવું જોઈએ કે આવી મહામારીમાં  તબીબી સાથે સંકળાયેલા  લોકો પર સૌથી મોટું જોખમ હોય છે.  છેલ્લા થોડા મહિનામાં ચીન અને  ઈટાલીના અનેક ડોકટરોએ કોરોનામાં પોતાના જીવ ગુમાવ્યા છે. એટલે સ્વાભાવિક પણ મુંબઈની ડૉકટરો  ચિંતામાં ડૂબી ગયા છે.

અમારા પૈકીના ઘણા ડૉકટરો સરકારને મદદ કરવા તત્પર છે પરંતુ  પ્રાઈવેટ ડૉકટરોનો પ્બલિક હેલ્થ સિસ્ટમમાં ઉપયોગ કરવાની એક પદ્ધતિસરની રીત હોવી જોઈએ, એમ કલશના ડૉ.જિજ્ઞોશ ઠક્કરે  જણાવ્યું હતું.

તમામ સરકારી ડૉકટરોની રજા રદ કરી દેવાઈ છે  અને ખાનગી  ડૉકટરોએ  પણ સેવા કાર્યમાં જોડાવાની તૈયારી બતાવી છે. બીએમસીએ મદદ માટે અપીલ કરી એના ૨૪ કલાકમાં  જ ૭૫ પ્રાઈવેટ  ડૉંકટરોએ પોઝિટીવ પ્રતિસાદ આપ્યો હતો. બીએમસીએ ઈન્ડિયન મેડિકલ એસોસિયેશન (આઈએમએ) પાસે બીજા  ૧૫૦ ડૉકટરોનું   લિસ્ટ મંગાવ્યું છે.

સેવા કાર્યમાં જોડાવા માગતા એક ડૉકટર દ્વિધામાં છે.  જેનો ઉપયોગ માત્ર દર્દીઓની સારવાર કરતા મેડીકલ સ્ટાફે  કરવો જોઈએ એવા તમામ માસ્ક અને સેનિટાઈઝર્સ આમ આદમીઓએ ખરીદી લીધા છે. એટલે ડૉકટરો માટે પ્રોટેકટીસ ઈક્વિપમેન્ટ જેવું કાંઈ બચ્યું નથી. એવી વ્યથા એમણે ઠાલવી હતી.

મહારાષ્ટ્ર  મેડિકવ કાઉન્સિલના પ્રમુખ લડૉ.શિવકુમાર ઉત્તુરેએ પણ એમાં સુર પુરાવતા કહ્યું હતું કે ‘તબીબી સુરક્ષાના સાધનોની  મોટા પાયે  ખરીદીને  લીધે  ડૉકટરો લાચાર બની ગયા છે.  લોકોમાં એવો મત પ્રવર્તે છે કે સરકારે  ડૉકટરોને  મિનીમમ સુરક્ષા સાધનો પુરા  પાડવા જોઈએ.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.