મુંબઈના 97 ટકા વાલીઓનો પહેલી ઑગસ્ટથી સ્કૂલો શરૂ ન કરવાનો મત

– મુંબઈ અને આસપાસનો 20 કિમીનો પરિસર કોરોનામુક્ત થાય ત્યારબાદ 21 દિવસે સ્કૂલો શરૂ કરવાની અધિકાંત વાલીઓની ભલામણ

 

દેશ અને રાજ્યમાં કોરોનાનો ચડતો ગ્રાફ અને મુંબઈમાં પરિસ્થિતિ નિયંત્રણમાં આવી રહી હોય તો પણ શહેરના ૯૭ ટકા વાલીઓએ પહેલી ઓગસ્ટથી સ્કૂલ શરુ કરવાના નિર્ણયનો વિરોધ કર્યો છે. આ સર્વે માત્ર મુંબઈમાં થયું હોય તો પણ રાજ્યના વાલીઓની પણ આ જ ભૂમિકા છે. માત્ર મુંબઈ જ નહીં તો આસપાસના ૨૦ કિમીનો પરિસર ૧૦૦ ટકા કોરોનામુક્ત થાય ત્યારબાદના ૨૧ દિવસે સ્કૂલો શરુ કરવી, એવું અધિકાંશ વાલીઓએ જણાવ્યું છે. કેન્દ્રીય મનુષ્યબળ વિકાસ મંત્રાલયે સ્કૂલ શરુ કરવા બાબત લીધેલાં અહેવાલ બાદ મહારાષ્ટ્ર સંદર્ભે હજી કોઈ નિર્ણય લીધો ન હોવાનું સ્પષ્ટ થયું છે.

મહારાષ્ટ્રના જે જિલ્લામાં છેલ્લાં એક મહિનાથી એકપણ દર્દી નથી ત્યાં સ્કૂલો શરુ કરવા બાબતે માર્ગદર્શક સૂચના સરકારે જાહેર કરી છે. મુંબઈ સહિત રાજ્યભરના વિવિધ મહાનગરોમાં સ્કૂલો શરુ કરવા હજી વિવિધ નિરીક્ષણો ચાલી રહ્યાં છે. મુંબઈની સ્થિતિ નિયંત્રણમાં આવી રહી હોય તો પણ મુંબઈમાં  દર્દીઓની વધતી સંખ્યા જોતાં વાલીઓ હજી તેમના બાળકોને સ્કૂલે મોકલવા માટે તૈયાર નથી. આ સર્વેક્ષણમાં મુંબઈના ૧૦,૫૦૦ વાલીઓએ મત નોંધાવ્યા હતાં. જેમાં ૬૧ ટકા પુરુષો અને ૩૯ ટકા મહિલાઓનો સમાવેશ છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.