મુંબઇ-અમદાવાદ બુલેટ ટ્રેન અમારી પ્રાથમિકતા નથી” : ઉદ્ધવ ઠાકરે

– વડાપ્રધાન મોદીના ડ્રિમ પ્રોજેક્ટ પર અસર પડશે

– મુંબઇ-અમદાવાદ બુલેટ ટ્રેન અંગે ઉદ્ધવ ઠાકરેનું નિવેદન

ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા આ પ્રોજેક્ટ માટે એક એવા સમાચાર મળ્યા હતા કે મુબઈમાં પણ આ પ્રોજેક્ટ માટે જમીન મળી ગઈ છે. પણ હાલમાં ઉદ્ધવ ઠાકરેએ સામનામાં જે નિવેદન આપ્યું છે જેને પગલે આશા પર પાણી ફરી શકે તેમ છે.

કાં તો પછી આ પ્રોજેક્ટમાં મોડું થઈ શકે છે. કેમ કે ઉદ્વવ ઠાકરેએ જણાવ્યું છે કે અમારા માટે બુલેટ ટ્રેન નહીં પણ મુંબઈ પુના બુલેટ ટ્રેનની પ્રાયોરિટી છે. જેને પગલે પીએમના ડ્રીમ  પ્રોજેક્ટને ઝટકો લાગી રહ્યો છે.

અમદાવાદ – મુંબઈની વચ્ચે દોડનારી બૂલેટ ટ્રેન પીએમ મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે. જેને લઈને તમામ પ્રયાસો સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા છે. આ માટે ગુજરાત દ્વારા તમામ જમીનની ફાળવણી કરી દેવામાં આવી છે.

ત્યારે મુંબઈ અને મહારાષ્ટ્રમાં વારંવાર અડચણ આવી રહી છે. જેને લઈને પ્રોજેક્ટ ડીલે થઈ શકે છે.  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રજેક્ટને ઝટકો લાગી શકે છે.

મુંબઇ-અમદાવાદ બુલેટ ટ્રેન અંગે CM ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, કે મુંબઇ-અમદાવાદ બુલેટ ટ્રેન અમારી પ્રાથમિકતા નથી. અમારે મુંબઈ-નાગપુર બુલેટ ટ્રેનની જરૂર છે. સામનાના ઇન્ટરવ્યૂમાં CM ઉદ્ધવ ઠાકરેએ આ વાત કરી છે.

 

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.