એક્સપર્ટ્સના મતે કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોન પર વેક્સિન અસરકારક નીવડી શકે એમ નથી. એ પછી એક તરફ જ્યારે વેક્સિન કંપનીઓ વેક્સિનમાં ફેરફાર કરી રહી છે ત્યારે બીજી તરફ બૂસ્ટર ડોઝ આપવાની ચર્ચાઓ પણ થઈ રહી છે. બ્રિટને વધતા કેસોની વચ્ચે ડિસેમ્બર સુધી 18થી વધુ વયના તમામ લોકોને બૂસ્ટર ડોઝ આપવાનો નિર્ણય કર્યો છે.
ઓક્સફોર્ડ યુનિવર્સિટીએ પોતાના પ્રી-પ્રિન્ટ સ્ટડીમાં જણાવ્યું છે કે ઓમિક્રોનની વિરુદ્ધ ફાઈઝર અને મોડર્નાની વેક્સિન ઓછી કારગત છે. આ સ્ટડી માટે રિસર્ચર્સે વેક્સિનનો સેકન્ડ ડોઝ લઈ ચૂકેલા લોકોમાં 28 દિવસ પછી એન્ટિબોડી લેવલ ચેક કર્યું. સ્ટડીમાં સામેલ અનેક લોકોમાં તો એન્ટિબોડી લેવલ એટલું ઓછું થઈ ગયું કે જે વાઇરસને રોકવામાં બિલકુલ કારગત નથી.
એના પછી જોખમ વ્યક્ત કરાઈ રહ્યું છે કે એનાથી ફુલી વેક્સિનેટેડ લોકોમાં પણ બ્રેકથ્રુ ઈન્ફેક્શનનું જોખમ વધી જશે, જેનાથી કેસો વધી શકે છે. જોકે હજુ એ ખ્યાલ નથી કે એનાથી હોસ્પિટલાઈઝેશન અને ગંભીર લક્ષણોમાં કેટલો વધારો થશે. પણ સ્ટડીમાં સામેલ રહેલા ગેવિન સ્ક્રીટન કહે છે કે સ્ટડીનાં પરિણામો દર્શાવે છે કે જે લોકો બૂસ્ટર ડોઝ માટે એલિજિબલ છે તેઓ શક્ય એટલી જલદી ડોઝ લે.
ગત સપ્તાહે જારી બ્રિટનની હેલ્થ સિક્યોરિટી એજન્સીના એક રિપોર્ટ અનુસાર, ઓમિક્રોન વિરુદ્ધ વેક્સિનના બે ડોઝ ડેલ્ટાના મુકાબલે ઓછા કારગત છે.
સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC)એ અમેરિકામાં મળેલા 43 ઓમિક્રોન દર્દીઓને એનેલાઈઝ કર્યા છે,અને તેમાંથી 34 દર્દી એવા છે જેમને વેક્સિનના બંને ડોઝ લાગી ચૂક્યા છે. તેના પછી આશંકા વ્યક્ત કરાઈ રહી છે કે ઓમિક્રોનને કારણે વેક્સિનની ઈફેક્ટિવનેસ ઓછી થઈ છે.
ફાઈઝર અને મોડર્ના બંને પોતાની વેક્સિનમાં ડેલ્ટા અને બીટા વેરિયન્ટના હિસાબે ફેરફાર કરી રહી હતી.અને હાલ બંને કંપનીઓ વેક્સિનને ઓમિક્રોન માટે પણ બદલવા અંગે કામ કરી રહી છે.
દુનિયાભરના 35થી પણ વધુ દેશ પોતાના નાગરિકોને બૂસ્ટર ડોઝ આપી રહ્યા છે. અને અલગ-અલગ દેશોમાં કોમોર્બિડિટી અને અલગ-અલગ ફેક્ટરને ધ્યાનમાં રાખીને લોકોને કોરોના વેક્સિનનો બૂસ્ટર ડોઝ આપવામાં આવી રહ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.