વલસાડના બુટલેગરએ જ પોલીસના એએસઆઇ સામે લાંચ લેવા બાબતે એસીબીમાં ફરિયાદ નોંધાવી હોવાનો એક કિસ્સો હાલમાં સામે આવ્યો છે.અહેવાલો મુજબ,દારૂનો ધંધો કરનારા ઘણા બુટલેગર દિવસે દિવસે વધતા જોવા મળી રહ્યા છે.
આવા જ એક વલસાડના બુટલેગરને જેલમાં બંધ કરી દેવાની પોલીસે ધમકી આપી હતી.જયારે આ ધમકી આપતા પોલીસે તેમની પાસે 50 હજારની લાંચ માંગી હતી.બુટલેગર ઉપર વધતા દબાણથી કંટાળી લાંચ મેળવવા માટેનો પ્રયાસ કરી રહેલા પોલીસ અધિકારી ની વાત બુટલેગરે તેના મિત્રને જાણ કરી હતી.
જયારે તેમના મિત્રે એસીબીમાં ફરિયાદ નોંધાવવા જણાવ્યું હતું.આખરે લાંચ લેવા માટે દબાણ કરી રહેલા પોલીસ અધિકારી વિરુદ્ધ બુટલેગરે એસીબીમાં ફરિયાદ નોંધાવી હતી.આખરે એએસઆઇને લાંચની રકમ લેવા સુરતમાં બોલાવ્યો હતો.
પરંતુ તે પોલીસ અધિકારીએ અન્ય વ્યક્તિને ત્યાં મોકલ્યો હતો.આ સમયે અગાઉથી જ એસીબીના માણસો ખાનગી ડ્રેસમાં ત્યાં હાજર હતા.જયારે પોલીસ અધિકારીનો માણસ તે બુટલેગર પાસેથી આશરે 50 હજારની લાંચ લઇ રહ્યો હતો.
તે જ સમયે એસીબીની ટીમે તેને દબોચી લીધો હતો.હાલમાં તે પોલીસ અધિકારીના માણસની પુછપરછ કરવામાં આવી રહી છે.જયારે બીજી બાજુ એસીબીની ટીમ તે એએસઆઇને પકડવા માટે કાર્યવાહી હાથ ધરી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.