બોર્ડની પરીક્ષામાં નબળા વિદ્યાર્થીઓ પણ થઇ જશે પાસ! જાણો કેવો છે નવતર પ્રયોગ


આ મિશન અંતર્ગત વિદ્યાર્થીઓને એક લિંક મોકલવામાં આવશે, જેના દ્વારા નિષ્ણાતોએ આપેલી ટિપ્સ મેળવી તે પ્રમાણે અભ્યાસ કરી વિદ્યાર્થીઓ પાસિંગ માર્કસ પણ મેળવી શકશે. એટલે કે તેને નાપાસ થવાની ચિંતા નહીં રહે.

ગ્રામ્ય અને અભ્યાસમાં નબળા વિધાર્થીઓ પણ પાસિંગ માર્કસ મેળવી શકે તે માટેનો નવતર પ્રયોગ અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી ગ્રામ્ય દ્વારા કરવામાં આવ્યો છે. આ મિશનને મિશન સિદ્ધત્વ અમૂલ્ય એક કલાક તજજ્ઞની ટિપ્સ સાથે નામ આપવામાં આવ્યું છે. આ મિશન અંતર્ગત વિદ્યાર્થીઓને એક લિંક મોકલવામાં આવશે, જેના દ્વારા નિષ્ણાતોએ આપેલી ટિપ્સ મેળવી તે પ્રમાણે અભ્યાસ કરી વિદ્યાર્થીઓ પાસિંગ માર્કસ પણ મેળવી શકશે. એટલે કે તેને નાપાસ થવાની ચિંતા નહીં રહે.

આગામી 11 માર્ચથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા યોજવાની છે. જેમાં અંદાજે 15 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. અમદાવાદ ગ્રામ્યના ધોરણ 10 અને 12ના મળી 77 હજાર 830 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ત્યારે આ પરીક્ષામાં કેટલાંક નબળા વિદ્યાર્થીઓ કે પછી ગ્રામ્યના વિદ્યાર્થીઓ જેઓને અભ્યાસનો પણ સમય મળ્યો નથી, તેવા માટે એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. અમદાવાદ ગ્રામ્યના જિલ્લા શિક્ષણ અધિકારી કૃપાબેન ઝા દ્વારા એક ખાસ પ્રયોગ હાથ ધર્યો છે. તેમના મતે જે તે વિષયના નિષ્ણાતો સાથે રાખીને વીડિયો તૈયાર કરવામાં આવ્યા છે. એ વિષય પ્રમાણે જો વિદ્યાર્થીઓ પરીક્ષાના આગલા દિવસે ધ્યાનથી અભ્યાસ કરશે તો વિદ્યાર્થીઓને ખૂબ જ ફાયદો થશે.

DEO કૃપાબેન ઝાએ જણાવ્યું કે, બોર્ડની પરિક્ષામાં વિદ્યાર્થીઓના પરિણામ સુધારણાનો અમારો મુખ્ય ઉદ્દેશ છે.  શેહરીના વિદ્યાર્થીઓ તો ટ્યુશન કે અન્ય માધ્યમકો થકી તૈયારીઓ કરી શકે છે પરંતુ ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓને આ પ્રકારના લાભો મળતા નથી અને એવરેજ વિદ્યાર્થીઓ પરીક્ષામાં તૈયારીઓના અભાવે નપાસ થતા હોય છે. ત્યારે વિદ્યાર્થીઓએ પરીક્ષાના આગલા દિવસે શું વાંચીને પરીક્ષા આપવા જવું જેથી કરીને તે પાસિંગ માર્ક કે 50 ટકા માર્ક લાવી શકે, તે માટે આ પ્રોજેક્ટ તૈયાર કરવામા આવ્યો છે. ધો.10 અને 12ના તમામ વિષયોને આ પ્રોજેક્ટ અંતર્ગત આવરી લેવામા આવ્યા છે. ક્યા ચેપ્ટરમાંથી શું પૂછાઇ શકે છે તેની તમામ માહિતી એકઠી કરવામા આવી આ પ્રોજેક્ટ અંતર્ગત તમામ વિષયોમાંથી માહિતી એકઠી કરીને વીડિયો તૈયાર કરવામાં આવ્યો છે. આ વીડિયોની લિંક આગલા દિવસે મોકલવામાં આવશે. જેથી વિદ્યાર્થીઓ તેનો અભ્યાસ કરી શકે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.