ચીન સાથેની હિંસક અથડામણ બાદ ભારતમાં શરૂ થયેલી બોયકોટ ચીન મુહિમને જોરદાર ઝટકો લાગ્યો છે. ફ્લિપકાર્ડ અને એમેઝોનનાં મેગા સેલમાં ચાઈનીઝ મોબાઈલ સહિત ઈલેક્ટ્રોનિક વસ્તુઓનું ધૂમ વેચાણ થયું છે. અને આ વર્ષ દરમિયાન ચીની કંપનીઓનું જેટલું વેચાણ નથી થયું તેનાથી બમણું વેચાણ આ મેગા સેલ દરમિયાન થયું છે.
વન પ્લસ ઈન્ડિયાએ જણાવ્યું કે, ઓગસ્ટ 6-7ના રોજ બે દિવસનાં એમેઝોન પ્રાઈમ સેલમાં હાલમાં જ લોન્ચ થયેલ વન પ્લસ નોર્ડ મોબાઈલ સ્માર્ટફોન બેસ્ટ સેલિંગ હેન્ડસેટ બની રહ્યો હતો. અને એમેઝોન દ્વારા આ વાતની પુષ્ટિ પણ કરવામાં આવી છે. ફ્લિપકાર્ટનો ઈન્ડિપેન્ડેન્સ સેલ ઓગસ્ટ 6-10 અને એમેઝોનનો ફ્રીડમ સેલ 8-11 ઓગસ્ટ દરમિયાન હતો.
રિયલમી ઈન્ડિયાના સ્પોકપર્સને જણાવ્યું કે, બંને સેલ દરમિયાન સ્માર્ટપોનનાં વેચાણમાં વધારો થયો છે. અને આશા છે કે, ગ્રોસ મર્ચેન્ડાઈઝ વેલ્યુના આધારે તેમાં 400 કરોડથી પણ વધારેનો બિઝનેસ થયો હોવો જોઈએ. એમેઝોન સેલમાં રિયલમીનો વાઈર્ડ ઈયરફોન બેસ્ટ સેલર રહ્યો હતો અને સાથે જ વર્ક ફ્રોમ હોમની તમામ પ્રોડક્ટ પણ વેચાઈ ગઈ હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.