જ્યારેથી સરહદ પર ભારતીય અને ચીનનાં સૈનિકો વચ્ચે લોહિયાળ સંઘર્ષ થયો છે અને 20 ભારતીય સૈનિકો શહીદ થયા છે, ત્યારથી ચીનનો દરેક મોરચે વિરોધ થઇ રહ્યો છે અને ચીનનાં સામાનનો બહિષ્કાર કરવાની વાત કરવામાં આવી રહી છે. મોદી સરકારે ચીનની 59 એપ્સ પર પણ પ્રતિબંધ મૂક્યો છે. ઘણી કંપનીઓ ચીન સાથેના કરારો પણ તોડી રહી છે.
આ દરમિયાન હીરો સાયકલે પણ 900 કરોડના વ્યાપારને રદ કરવાનો મોટો નિર્ણય લીધો છે. અત્રે ઉલ્લેખનિય છે કે તાજેતરમાં હીરો સાઇકલે સરકારને 100 કરોડ રૂપિયા દાનમાં આપ્યા હતા.
કોરોના સંકટમાં જ્યારે અન્ય કંપનીઓ નુકસાન સહન કરી રહી છે, ત્યારે હિરો સાઇકલ્સ આ સમયમાં હજી વધુ વૃદ્ધિ પામી રહી છે. હીરો સાઇકલે ચીનનો બહિષ્કાર કરતા તેની સાથેના 900 કરોડના બિઝનેશને રદ કર્યો છે.
જે આગામી 3 મહિનામાં થવાનો હતો. બીજી તરફ, હીરો કંપની લુધિયાણામાં નાના સાયકલ ઉત્પાદકોને મદદ કરવા આગળ આગળ આવી છે અને તેમને પોતાનામાં મર્જ કરવાની ઓફર કરી રહી છે.
હિરો સાઇકલએ ચીન સાથે તમામ પ્રકારનો વેપાર બંધ કરી દીધા છે અને એવી અપેક્ષા છે કે હીરો સાયકલ હવે જર્મનીમાં પ્લાન્ટ સ્થાપવાની તૈયારી કરી રહી છે. જર્મનીનાં આ પ્લાન્ટમાંથી, હીરો સાયકલ્સ સમગ્ર યુરોપમાં સાયકલોની સપ્લાય પુરી પાડશે.
કંપનીના જણાવ્યા અનુસાર હિરો સાયકલની માંગ છેલ્લા કેટલાક દિવસોમાં ઘણી વધી ગઈ છે અને હીરો સાયકલ પણ તેની ક્ષમતામાં વધારો કર્યો છે.
જો કે, અત્રે ઉલ્લેખનિય છે કે આ સમયગાળા દરમિયાન ઘણી નાની કંપનીઓને નુકસાન સહન કરવું પડ્યું છે. હવે હીરો સાઇકલ્સ તે નાની કંપનીઓના નુકસાનની ભરપાઇ કરી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.