બ્રાઝિલમાં ફરી વખત કોરોનાનો કહેર : એક દિવસમાં 1100 કરતા પણ વધારે લોકોએ જીવ ગુમાવ્યો

–     બ્રાઝિલમાં કોરોનાના કારણે મોતનો કુલ આંકડો 1, 98,681 પર પહોંચ્યો

કોરોના મહામારીના કારણે દુનિયામાં સૌથી વધારે પ્રભાવિત દેશોના યાદીમાં બ્રીઝિલ ત્રીજા નંબર ઉપર વે છે. બ્રાઝિલમાં ફરી એક વખત કોરોના મહામારીએ કહેર વર્તાવવાનું શરુ કર્યુ છે. દેશની અંદર છેલ્લા 24 કલાકની અંદર 1100 કરતા પણ વધારે લોકોએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યો છે. બ્રોઝિલમાં ઓક્ટોબર મહિના બાદ પહેલી વખત આટલી મોટી સંખ્યામાં મોત નોંધાયા છે.

બ્રાઝિલના સ્વાસ્થ્ય વિભાગના જણાવ્યા પ્રમાણે દેશમાં છેલ્લા 24 કલાકના અંદર કોરોનાના કારણે 1111 લોકોના મોત થયા છે. આ પહેલા 3 ઓક્ટોબરની અંદર 1307 લોકોના મોત થયા હતા. ત્યારબાદ ગત 24 કલાકમાં સૌથી વધારે મૃત્યુઆંક નોંધાયો છે. જેની સાથે જ બ્રાઝિલમાં કોરોનાના કારણે મોતનો કુલ આંકડો 1, 98,681 પર પહોંચ્યો છે.

સિવાય દેશમાં છેલ્લા 24 કલાકની અંદર કોરોનાના 58,718 નવા કેસ પણ સામે આવ્યા છે. જેની સાથે જ દેશની અંદર કોરોના વાયરસના કુલ કેસની સંખ્યા 75 લાખ 63 હજારને પાર પહોંચી છે. બાર્ઝિલની અંદર સૌથી વધારે વસ્તી ધરાવતું સાઓ પાઓલો કોરોના મહામારીથી સૌથી વધારે પ્રભાવિત છે. જ્યાં અત્યાર સુધીમાં કોરોનાના 14 લાખ કરતા પણ વઘારે કેસ નોંધાયા છે. તો કોરોનાના કારણે મૃત્યુ પામનાર લોકોની સંખ્યા પમ 46 હજાર કરતા વધારે છે.

દુનિયામાં કોરોના વાયરસથી સૌથી વધારે પ્રભાવિત દેશોની વાત કરીએ તો પહેલા સ્થાન ઉપર અમેરિકા છે. ત્યારબાદ બીજો ક્રમ ભારતનો આવે છ અને ત્રીજા ક્રમ ઉપર બ્રાઝિલ છે. જો કે ભારતની અંદર કોરોનાની સ્થિતિ કાબૂમાં છે. જ્યારે અમેરિકાની સ્થિતિ પણ બ્રાઝિલ જેવી જ છે.




લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.