બ્રાઝિલમાં કોરોનાનો કહેર,વિશ્વમાં 28 લાખ લોકોના થઈ ચૂક્યા છે મોત,મૃતદેહ દફન કરવાની ખૂટી જગ્યા

દુનિયામાં 28 લાખથી વધારે લોકોના જીવ કોરોનાએ લીધા છે. બ્રાઝિલમાં પણ કોરોનાથી અનેક મોત થયા છે. અહીં સ્થિતિ એવી છે કે કબ્રસ્તાનમાં મૃતદેહને દફન કરવાની જગ્યા ખૂટી પડી છે.

અહીં અમેરિકામાં અત્યાર સુધીમાં 3 લાખ 25 હજાર લોકોના મોત થયા છે. દુનિયાની સૌથી મોટી આબાદી વાળા શહેરમાં સામેલ સાઓ પાલોના નવા કાશોઈરિન્હા સીમેટ્રીના ફોટો ભાવુક કરનારા છે.

અહીં અન્ય સ્થાન પર તેને લઈ જવાય છે. આ શહેરમાં બ્રાઝિલના સૌથી મોટા કબ્રસ્તાન વિલા ફોરમોસા સીમેટ્રીમાં કર્મચારી માસ્ક અને પીપીઈ કિટ પહેરીને રાત ભર કબરને ખોદી રહ્યા છે.

બ્રાઝિલના સૌથી મોટા શહેરમાં ગુરુવારે જૂની કબરને ખાલી કરવાની ગતિને ઝડપી કરાઈ છે. કેમકે કોરોનાથી મોતની સંખ્યા ઝડપથી વધી રહી છે

બુધવારે 3869 લોકોના મોત થયા છે તો એક દિવ પહેલા 3780 લોકોના મોત થયા હતા. શુક્રવારે પણ અહીં 3650 લોકોના મોત થયા છે. અમેરિકા બાદ કોરોનાનો કહેર બ્રાઝિલમાં સૌથી વધારે છે

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.