પત્રમાં આગળ લખ્યું છે…રાહુલ ગાંધીને રાજીવ ગાંધી પાસે મોકલી દેવામાં આવશે.
News Detail
સૂત્રો તરફથી મળેલી જાણકારી અનુસાર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને ઈન્દોરમાં જાનથી મારી નાખવાની ધમકી મળી છે. જૂની ઈન્દોર વિસ્તારમાં એક મિઠાઈની દુકાને અજ્ઞાત પત્ર પહોંચ્યો છે, જેમાં રાહુલની ખાલસા સ્ટેડિયમમાં યોજાનારી સભામાં હુમલાની વાત કરવામાં આવી છે. મધ્યપ્રદેશમાં ભારત જોડો યાત્રાના આગમન પહેલા ઈન્દોરમાં રાહુલ ગાંધીના નામે ધમકીભર્યો પત્ર મળતાં ખળભળાટ મચી ગયો છે. આ પત્રમાં રાહુલ ગાંધીને મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. પોલીસે હવે આ મામલે તપાસ શરૂ કરી છે. આ મામલે પોલીસ CCTV ફુટેજને આધારે તપાસ કરી રહી છે. એડિશનલ ડીસીપી પ્રશાંત ચોબેએ ઘટનાની પુષ્ટિ કરી છે. તેમના અનુસાર અજ્ઞાત આરોપીની તપાસ કરવામાં આવી રહી છે. મળેલા પત્ર મુજબ……….પત્રમાં સૌથી ઉપર વાહે ગુરુ લખ્યું છે. પછી નીચે લખ્યું છે…1984માં સમગ્ર દેશમાં ભયંકર રમખાણો થયા. શીખોનું કત્લેઆમ થયું. કોઈ પાર્ટીએ આ ગુના વિરુદ્ધ અવાજ નથી ઉઠાવ્યો.(ત્યાર પછી અહિંયા કોંગ્રેસ નેતા કમલનાથ વિરુદ્ધ અપમાનજનક શબ્દો લખ્યા છે.)પત્રમાં આગળ લખ્યું છે… નવેમ્બરના અંતિમ દિવસોમાં ઈન્દોરમાં ઠેર-ઠેર ભયાનક વિસ્ફોટ થશે. આખું ઈન્દોર બોમ્બ વિસ્ફોટોથી હચમચી જશે. ટૂંક સમયમાં જ રાહુલ ગાંધીની ઈન્દોર મુલાકાત સમયે કમલનાથને પણ ગોળી મારી દેવામાં આવશે. રાહુલ ગાંધીને રાજીવ ગાંધી પાસે મોકલી દેવામાં આવશે. પત્રમાં આગળ લખ્યું છે કે… નવેમ્બરના અંતિમ દિવસોમાં ઈન્દોરમાં ઠેર-ઠેર ભયાનક વિસ્ફોટ થશે. આખું ઈન્દોર બોમ્બ વિસ્ફોટોથી હચમચી જશે. ટૂંક સમયમાં જ રાહુલ ગાંધીની ઈન્દોર મુલાકાત સમયે કમલનાથને પણ ગોળી મારી દેવામાં આવશે. રાહુલ ગાંધીને રાજીવ ગાંધી પાસે મોકલી દેવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.