Brenking:પેટાચુટણી:બાયડનુ પરિણામ આવ્યું, પક્ષ પલટુ ઘવલસિંહ ઝાલા ને મળી હાર

ગુજરાતની 6 બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીમાં બાયડ બેઠક પર પરિણામ આવી ગયું છે અને અહિંયા કોંગ્રેસના ઉમેદવાર જસુ પટેલની જીત થઇ છે. તેમની સામે ભારતીય જનતા પાર્ટીમાંથી ધવલસિંહ ઝાલા ઉભા રહ્યા હતા. બાયડના આ પરિણામ પરથી સાબિત થઇ ગયું છે કે, કોંગ્રેસમાંથી પક્ષપલટો કરનારા ધવલસિંહને જનતાએ ઝાકારો આપ્યો છે. ઠાકોર સમાજે પણ તેમને સમર્થન આપ્યું નથી, તે આના પરથી કહી શકાય છે.

બપોરે 12.01 સુધી ગુજરાતની અન્ય 5 બેઠકો પર સ્થિતિ…

થરાડ બેઠક પર BJP જીવરાજ પટેલ 2633 મતોથી આગળ ચાલી રહ્યા છે.

રાધનપુરથી કોંગ્રેસના રઘુ દેસાઇ 7629 મતોથી આગળ ચાલી રહ્યા છે.

ખેરાલુ બેઠક BJPના પર અજમલજી ઠાકોર 13403 મતોથી આગળ ચાલી રહ્યા છે.

અમરાઇવાડી બેઠક પર કોંગ્રેસના ધર્મેન્દ્ર પટેલ 5244 મતોથી આગળ ચાલી રહ્યા છે.

લુણાવાડા બેઠક પર BJPના જિગ્નેશકુમાર સેવક 10965 મતોથી આગળ ચાલી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.