બ્રિટન જેવા જ નિર્ણયો, અમેરિકા અને અન્ય દેશો દ્વારા પણ, આવી રહ્યા છે લેવામાં

કોરોનાના વધી રહેલા કેસોને પગલે બ્રિટને ભારતને ટ્રાવેલ રેડ લિસ્ટમાં મુકી દીધો છે. ભારતમાં કોરોનાના કેસો ચરમ સિમાએ હોવાને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનો દાવો બ્રિટને કર્યો હતો.

આ પહેલા બ્રિટનના વડા પ્રધાન બોરિસ જોન્સને પણ ભારતની પોતાની મુલાકાતને રદ કરી દીધી હતી.

બ્રિટન જેવા જ નિર્ણયો અમેરિકા અને અન્ય દેશો દ્વારા પણ લેવામાં આવી રહ્યા છે. અમેરિકાના સેંટર ફોર ડિસીઝ કંટ્રોલે અમેરિકાના નાગરિકોને ચેતવણી આપી છે કે તેઓ ભારતમાં હાલ કોરોના મહામારી ચાલી રહી હોવાથી ભારતની મુલાકાત લેવાનું ટાળે. ભારતમાં કોરોના મહામારીની બીજી લહેર વધુ ખતરનાક માનવામાં આવી રહી છે જેને પગલે આ દેશો પણ એલર્ટ થઇ ગયા છે.

 

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.