બ્રિટને ભારતને ભાગ લેવા માટે આપ્યું છે આમંત્રણ,વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ આપી જાણકારી

વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બગચીએ જણાવ્યું હતું કે ભારત ઉપરાંત ઑસ્ટ્રેલિયા, દક્ષિણ કોરિયા અને દક્ષિણ આફ્રિકાને પણ બોલાવવામાં આવ્યા છે.

જી -7 ગ્રુપમાં બ્રિટન, યુનાઇટેડ સ્ટેટ્સ, ફ્રાંસ, જર્મની, ઇટાલી, જાપાન અને કેનેડા છે.અઅ દેશોની મંગળવારે બેઠક મળી હતી.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા બગચીએ કહ્યું, “સુરેશ પ્રભુ, જે ભારતના જી -7 પ્રતિનિધિ છે, એ ભારત તરફથી આ બેઠકમાં ભાગ લીધો હતો. આ સાથે, બ્રિટનની અધ્યક્ષતામાં ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ જૂનમાં કોર્નવોલમાં યોજાનારી જી 7 શિખર સંમેલનમાં ભાગ લે તેવી સંભાવના છે. બ્રિટને આ પરિષદમાં ભારત, દક્ષિણ કોરિયા અને ઓસ્ટ્રેલિયાને અતિથિ રાષ્ટ્ર તરીકે આમંત્રિત કર્યા છે.

ફેબ્રુઆરી મહિનાની શરૂઆતમાં યુકેએ ગ્રુપ -7 દેશોના નેતાઓ સાથેની બેઠક દરમિયાન વિશ્વના સૌથી ગરીબ દેશોમાં કોવિડ -19 રસી પહોંચાડવાનું વચન આપ્યું હતું.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.