લંડન : ચીનમાંથી ફેલાયેલા કોરોના વાયરસે દુનિયાભરમાં હાહાકાર મચાવ્યો છે. કોવિડ-19ના કારણે દુનિયાભરમાં અત્યારસુધી 7 હજારથી વધારે લોકો મોતને ભેટ્યા છે. ત્યારે કોરોના વાયરસને કારણે સંભવિત મોત અંગે બ્રિટનમાં તાજેતરમાં કરવામાં આવેલા અભ્યાસમાં કરવામાં આવેલા દાવાથી ફફડાટ ફેલાયો છે. અભ્યાસમાં કરવામાં આવેલા દાવા પ્રમાણે કોરોના વાયરસને કારણે અમેરિકામાં 22 લાખ લોકો મોતને ભેટી શકે છે. જ્યારે બ્રિટનમાં કોરોના વાયરસને કારણે પાંચ લાખ લોકો મોતને ભેટી શકે છે.
બ્રિટનમાં કોરોનાના ખતરાને પગલે વડાપ્રધાન બોરિસ જોનસને સોમવારે સ્વાસ્થ્ય સમસ્યાથી પીડાતા હોય તેવા તેમજ મોટી ઉંમરના લોકોને ઘરમાં જ આઇસોલેશનમાં રહેવાની સલાહ આપી છે.
ઇમ્પેરિયલ કૉલેજ લંડનના મેથેમેટિકલ બાયોલોજીના પ્રોફેસરના નીલ ફર્ગ્યુસનના વડપણ હેઠળ કરવામાં આવેલા એક અભ્યાસમાં ચોંકવનારો દાવો કરાયો છે. અભ્યાસ માટે તેમણે ઇટાલીમાંથી કોરોના વાયરસના ડેટા એકઠો કર્યો હતો. જે બાદમાં ટીમે 1918ના ભયાનક તાવ સાથે કોરોના વાયરસની સરખામણી કરતા તારણ કાઢ્યું હતું કે કોરોના વાયરસને કારણે બ્રિટનમાં અડધો મિલિયન (પાંચ લાખ) લોકો અને અમેરિકામાં 2.2 મિલિયન (22 લાખ) લોકો મોતને ભેટી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.