બ્રિટન બાદ હવે ઈઝરાયેલે પણ કોરોના વેક્સિન મુકવાનુ અભિયાન શરુ કરવાની જાહેરાત કરી છે.બ્રિટનમાં રસીકરણ શરુ થઈ ગયુ છે અને ઈઝરાયેલમાં તેની શરુઆત 27 ડિસેમ્બરથી થશે.
ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહૂએ જાહેરત કરી છે કે, દેશમાં કોરોનાની રસી મુકવાનુ શરુ કરવામાં આવશે.આામ ઈઝરાયેલ એવા ગણતરીના દેશો પૈકીનો એક બની ગયો છે જેણે રસી માટે પહેલ કરી છે.ઉલ્લેખનીય છે કે, ઈઝરાયેલના પાડોશી દેશ યુએઈમાં કોરોનાને રોકવા માટે ચીનની વેક્સિનની ટ્રાયલ થઈ છે અને આ વેક્સિન 86 ટકા અસરકારક હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
આ પહેલા બુધવારે ફાઈઝર કંપનીની રસીની પહેલી ખેપ ઈઝરાયેલ પહોંચી ચુકી છે.ઈઝરાયેલી વડાપ્રધાને કહ્યુ હતુ કે, દેશ માટે આ ઉજવણીનો દિવસ છે અને મને આશા છે કે, આ રસીને જલદી મંજૂરી મળશે.હું પોતે આ રસી મુકાવનાર પહેલો વ્યક્તિ બનવા માંગુ છું.જેથી લોકો સામે ઉદાહરણ રજૂ કરી શકાય.27 ડિસેમ્બરથી રસી આપવાનુ શરુ કરાશે અને એક દિવસમાં 60000 લોકોને રસી મુકવામાં આવશે.
તેમણે કહ્યુ હતુ કે, આપણે વાયરસને ખતમ કરવા જઈ રહ્યા છે.જેમને આ રસી મુકાવાની છે તેમને એક વિશેષ કાર્ડ઼ આપવામાં આવશે.જેથી તેઓ વગર રોકટોકે ફરી શકે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.