બ્રિટનમાં કોરોનાનો નવો સ્ટ્રેન મળતા ઉધ્ધવ સરકાર સફાળી જાગી, રાજ્યમાં આજથી નાઇટ કર્ફ્યું

કોરોના વાયરસનું સંક્રમણ હજું સમ્યું નથી, ક્રિસમસ, ન્યૂ યર જેવા તહેવારોને જોતા તેના વધવાની આશંકા સતત વધી રહી છે, તેના કારણે જ રાજ્ય સરકારો પણ ખુબ જ સાવચેતીપુર્વક વર્તી રહી છે, અને તે માટેનાં અગમચેતીનાં પગલા લેવાનું પણ શરૂ કર્યું છે, બીજી તરફ બ્રિટનમાં સામે આવેલા કોરોનાનાં નવા સ્ટ્રેને પણ સરકારોને વિચારવા માટે મજબુર કરી છે.

નવી જાણકારી મુજબ કાલથી જ મહારાષ્ટ્રનાં નગર નિગમોમાં નાઇટ કર્ફ્યુંનું એલાન કરવામાં આવ્યું છે, બ્રિટનમાં કોરોનાનો નવો સ્ટ્રેન મળતા મહારાષ્ટ્ર સરકારે અગમચેતીનાં ભાંગ રૂપે આ નિર્ણય લીધો છે, ઉધ્ધવ સરકારનાં નવા હુકમ મુજબ નાઇટ કર્ફ્યું રાતનાં 11 વાગ્યાથી સવારનાં 6 વાગ્યા સુધી રહેશે, આ 5 જાન્યુઆરી 2021 સુધી ચાલશે.

અત્રે ઉલ્લેખનિય છે કે સીએમ ઉધ્ધવ ઠાકરેએ આજે બપોરે ઉચ્ચ ઉધિકારીઓ સાથે મિટિંગ યોજી હતી, જેમાં રાજ્યનાં કેટલાક ભાગોમાં નાઇટ કર્ફ્યું લગાવવાનો નિર્ણય કરાયો.

તે સાથે જ ઉધ્ધવ સરકારે એક મહત્વનો નિર્ણય એ પણ લીધો કે હવે યુરોપ અને અને ખાડી દેશોમાંથી આવનારા યાત્રિકોએ કાલથી અનિવાર્યપણે ઇન્સ્ટીટ્યુશનલ ક્વોરન્ટાઇનમાંથી પસાર થવું પડશે, એટલે કે નિર્ધારીત સમય સુધી તમામ યાત્રિકોને સરકારી વ્યવસ્થાની દેખરેખમાં રહેવું પડશે, ત્યાર બાદ જ તે ઘરે જઇ શકશે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.