બ્રિટન ને ધોબીપછાડ- 4 ગણી વસ્તી છતાં કોરોના સામેની લડાઈમાં યોગી સરકારે કરી બતાવ્યો કમાલ

એક તરફ જ્યાં દુનિયાભરમાં કોરોના પોતાનો પ્રકોપ બતાવી રહ્યો છે, ત્યાં ઉત્તર પ્રદેશની યોગી સરકારે આ મહામારી પર ઘણા અંતરે નિયંત્રણ કરી રાખ્યું છે. આંકડાઓ પ્રમાણે વિકસિત દેશ કહેવાતુ બ્રિટન પણ જે મહામારીની સામે હાથ બાંધીને ઉભું છું ત્યાં તેના બરાબર ક્ષેત્રફળ અને તેના કરતા અનેક ગણી વસ્તીવાળા ઉત્તર પ્રદેશ કોરોના સામે આંખથી આંખ મીલાવીને ઉભું છે. બ્રિટનમાં જ્યાં કોરોના પોઝિટિવ કેસોની સાથે દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે, ત્યાં ઉત્તર પ્રદેશે આના પર ઘણા અંતરે નિયંત્રણ કરી રાખ્યું છે.

આંકડાઓ પ્રમાણે ઉત્તર પ્રદેશનું ક્ષેત્રફળ 93,933 સ્કવેયર મીલ છે, ત્યાં બ્રિટનનું ક્ષેત્રફળ 93.628 સ્કવેયર મીલ છે. વસ્તીની વાત કરીએ તો બ્રિટનની વસ્તી લગભગ 6.6 કરોડ છે તો ઉત્તર પ્રદેશની વસ્તી 23 કરોડ એટલે કે બ્રિટનથી 4 ગણી વધારે છે. એક તરફ એ દેશ છે જે સંપૂર્ણ રીતે વિકસિત છે, જ્યાંની મેડિકલ સુવિધાઓથી લઇને અન્ય તમામ સુવિધાઓ એક ઉદાહરણ તરીકે રજૂ કરવામાં આવે છે. તો બીજી તરફ એક વિકાસશીલ દેશનું રાજ્ય છે, પરંતુ જ્યારે કોરોનાએ પોતાનો પ્રકોપ બતાવવાનું ચાલું કર્યું તો બ્રિટનનું મેનેજમેન્ટ ફેલ થયું અને યૂપીની યોગી સરકારનું મેનેજમેન્ટ એક મિસાલ બની ગયું. આ અમે નહીં, પરંતુ આંકડા કહી રહ્યા છે.

બ્રિટનમાં અત્યાર સુધી 382,650 ટેસ્ટ થઈ ચુક્યા છે, જેમાંથી 93,873 કેસ કોરોના પોઝિટિવ આવ્યા છે. એટલે કે કુલ ટેસ્ટનાં 25 ટકા લોકો પોઝિટિવ આવ્યા છે. તો ત્યાં અત્યાર સુધી 12,107 લોકોનાં મોત થયા છે. એટલે કે કુલ પોઝિટિવ આવેલા દર્દીઓમાંથી 13 ટકા દર્દીઓનાં મોત થઈ ચુક્યા છે. બીજી તરફ ઉત્તર પ્રદેશની વાત કરીએ તો બુધવાર સવાર સુધી 16,720 શંકાસ્પદોનાં કોરોના ટેસ્ટ થઈ ચુક્યા છે. આમાંથી 705 લોકોનાં કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે. એટલે કે કુલ ટેસ્ટનાં ફક્ત 4.2 ટકા લોકો કોરોના પોઝિટિવ નીકળ્યા છે અને પ્રદેશમાં અત્યાર સુધી 8 લોકોનાં મોત થયા છે જે કુલ દર્દીઓની સંખ્યાનાં ફક્ત 1 ટકા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.