બ્રિટનમાં હવે મળ્યો કોરોનાનો ત્રીજો નવો સ્ટ્રેન, શું દુનિયાભરમાં મચાવશે તબાહી!

ભારત સહિત સમગ્ર દુનિયા પર કોરોનાની મહામારીએ ભરડો લીધો છે. દુનિયાભરમાં કરોડો લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. કોરોનાની રસી હજુ શોધાઇ નથી ત્યાં બ્રિટનમાં કોરોનાનો નવો સ્ટ્રેન (પ્રકાર) સામે આવ્યો. હજુ તો દુનિયાન કોરોનાના આ નવા સ્ટ્રેનને સમજે તે પહેલા જ કોરોનાનો ત્રીજો સ્ટ્રેન સામે આવ્યો છે. વાયરસનો આ ત્રીજો સ્ટ્રેન દક્ષિણ આફ્રિકાથી બ્રિટન આવેલા બે લોકોમાં જોવા મળ્યાં છે.

કોરોના વાયરસનો નવો સ્ટ્રેન મળ્યા બાદ વિશ્વભરમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ત્રીજો સ્ટ્રેન સામે આવ્યાં બાદ બ્રિટને દક્ષિણ આફ્રિકા સાથેના પરિવહન પર તાત્કાલીક અસરથી પ્રતિબંધ મુકી દિધો છે. બ્રિટનના સ્વાસ્થ્ય સેક્રેટરી મૈટ હૈનકોકે જણાવ્યું કે કોરોનાનો ત્રીજો સ્ટ્રેન વધારે ચિંતાજનક છે. બંને દર્દીમાં જોવા મળેલા વાયરસના નવા સ્વરૂપ પહેલા અને બીજા સ્ટ્રેન કરતા વધારે સંક્રમક છે.

બ્રિટનમાં જોવા મળેલા સ્ટ્રેનને કોરોનાનો ત્રીજો પ્રકાર જણાવામાં આવે છે. આ પહેલા કોવિડ-19 અને vu20202102 એ લોકોની ચિંતા વધારી હતી. વાયરસના આ નવો પ્રકાર પહેલાના વાયરસ કરતા 70 ટકા વધુ ઘાતક જણાવામાં આવી રહ્યાં છે.

હજુ તો કોવિડ-19ની રસીની ટ્રાયલ ચાલી રહીં છે ત્યાં કોરોનાના એક પછી એક નવા પ્રકાર સામે આવી રહ્યાં છે. કોરોનાનો ત્રીજો સ્ટ્રેન સામે આવ્યાં બાદ બ્રિટનમાં છેલ્લા 15 દિવસમાં દક્ષિણ આફ્રિકાથી આવેલા મુસાફરો અને તેમના સંપર્કમાં આવેલા લોકોને 15 દિવસ માટે ક્વોરન્ટાઇન કરવામાં આવી રહ્યાં છે.

બ્રિટનના જાહેર આરોગ્યની સુસાન હોપિન્સ અનુસાર કોરોનાના નવા આવેલા બંને સ્ટ્રેનને કોરોનાની રસી કાબુ મેળવી લેવામાં આવશે. કોરોનાની રસી બંને નવા સ્ટ્રેન પર પ્રભાવી રહેશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.