કોરોના વાયરસના નવા સ્ટ્રેનના કારણે જ્યાં બ્રિટનમાં પરિસ્થિતિ વણસી રહી છે ત્યાં હવે જર્મનીમાં પણ લોકડાઉન લંબાવી દેવામાં આવ્યું છે.
બ્રિટનમાં જ્યાં એક તરફ લોકોને રસી આપવામાં આવી રહી છે ત્યાં બીજી તરફ કેસ એ સ્તર પર વધ્યા છે કે લોકડાઉન વધારવાની ફરજ પડી છે. બ્રિટનની જેમ જ જર્મનીમાં પણ વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે જે બાદ આ મહિનાના અંત સુધી લોકડાઉન લંબાવી દેવામાં આવ્યું છે.
બ્રિટન બાદ હવે જર્મનીમાં પણ ફરીવાર કડક લોકડાઉન લાગુ કરી દેવામાં આવ્યું છે. કોરોના વાયરસના વધતાં ખતરાને ધ્યાનમાં રાખીને સરકારે દેશવ્યાપી લોકડાઉન લગાવ્યું છે. જર્મનીના ચાન્સેલર એન્જેલા મર્કેલે લોકડાઉનની જાહેરાત કરી.
જર્મનીમાં 30 ડિસેમ્બરે પહેલીવાર કોરોના વાયરસના કારણે એક હજાર લોકોએ જીવ ગુમાવ્યા.
જર્મનીમાં 16મી ડિસેમ્બરે સ્કૂલ-દુકાન વગેરે બંધ કરીને વ્યાપક સ્તર પર લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું જે 10 જાન્યુઆરી સુધી હતા પણ હવે આ પ્રતિબંધને મહિનાના અંત સુધી લંબાવી દેવામાં આવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.