યુકે કોમ્પિટિશન એન્ડ માર્કેટ્સ ઓથોરિટીએ તપાસના અંતે અમિત પટેલ પર પાંચ વર્ષ માટે બ્રિટનની કોઇ પણ કંપનીમાં ડાયરેક્ટર પદ માટે પ્રતિબંધ મૂક્યો
સપ્ટેમ્બર, ૨૦૧૪થી મે, ૨૦૧૫ દરમિયાન પટેલ ઓડેમ મિકેન્ઝી કંપનીના ડાયરેક્ટર હતાં.
દવાઓની કીંમતમાં ફિક્સિંગ કરવાના આરોપ હેઠળ ફાર્મા કંપનીના ભારતીય મૂળના વડા અમિત પટેલ પર પાંચ વર્ષ માટે બ્રિટનની કોઇ પણ કંપનીમાં ડાયરેક્ટર પદ માટે પ્રતિબંધિત કરવામાં આવ્યા છે.
અમિત પટેલ બ્રિટનમાં ઓડેન મેકેન્ઝી અને એમિલ્કો જેવી ફાર્મા કંપનીમાં પૂર્વ ડાયરેકટર હતાં. યુકે કોમ્પિટિશન એન્ડ માર્કેટ્સ ઓથોરિટી(સીએમએ)એ તપાસના અંતે પટેલ પર પાંચ વર્ષનો પ્રતિબંધ મૂક્યો છે.
સીએમએના અક્ઝિક્યૂટીવ ડાયરેક્ટર ઓફ એન્ફોર્સમેન્ટ માઇકલ ગ્રીનફેલના જણાવ્યા અનુસાર કંપનીના ડાયરેક્ટરોની જવાબદારી હોય છે કે તેમની કંપનીઓ દ્વારા કોમ્પિટીશન કાયદાઓનું પાલન કરવામાં આવે. સીએમએ પ્રજાના હિતોનું રક્ષણ કરવા માટે કટિબદ્ધ છે.
ગ્રીનફેલે વધુમાં જણાવ્યું છે કે આજની કાર્યવાહી મેનેજમેન્ટ અધિકારીઓ માટે ચેતવણી છે જેઓ નિયમોનો ભંગ કરે છે. જે કંપનીઓ નિયમોનો ભંગ કરશે સીએમએ તેમનો સાથ આપશે નહીં.
સપ્ટેમ્બર, ૨૦૧૪થી મે, ૨૦૧૫ દરમિયાન પટેલ ઓડેમ મિકેન્ઝી કંપનીના ડાયરેક્ટર હતાં. સીએમએને તપાસમાં જાણવા મળ્યું છે કે ઓડેન મિકેન્ઝી અને કીંગ ફાર્મા લિમિટેડે નોરટ્રિપટીલાઇન દવાના ભાવ અંગે ફિક્સિંગ કર્યુ હતું. આ દવાનો ઉપયોગ ડિપ્રેશનની સારવાર માટે કરવામાં આવે છે.
સીએમએને તપાસમાં જાણવા મળ્યું હતું કે બંને કંપનીઓ વચ્ચે સાધવામાં આવેલી સંમતિ અનુસાર કિંગ ફક્ત ૨૫એમજી ટેબલેટ અને ઓડેન મિકેન્ઝી ફક્ત ૧૦એમજી ટેબલેટ હોલસેલરોને પૂરી પાડશે. આ સંમતિ સાધવા પાછળ બંને કંપનીઓનો ઉદ્દેશ હરીફાઇ મર્યાદિત કરવાનો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.