બ્રિટનમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 55,000થી વધુ કેસ સામે આવ્યા છે અને વધુ 964નાં મોત નીપજ્યાં છે. યુરોપીયન દેશમાં મહામારી શરૂ થયા પછી પહેલી વખત એક દિવસમાં આટલી મોટી સંખ્યામાં કોરોનાના નવા કેસ સામે આવ્યા છે.
વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ ફાઇઝર-બાયોએનટેકની કોરોના રસીને ઇમરજન્સીમાં વાપરવા માટે મંજૂરી આપી દેતાં હવે યુરોપ-અમેરિકાની જેમ ગરીબ દેશોમાં પણ કોરોનાની આ રસી ઉપલબ્ધ બનશે.
દરેક વિકસિત દેશમાં રેગ્યુલેટર્સ કોરોનાની રસીને મંજૂરી આપે છે પરંતુ અનેક દેશમાં આવી વ્યવસ્થા ન હોવાથી તેઓ વિશ્વ આરોગ્ય સંસ્થાની મંજૂરી પર મદાર રાખે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.