બ્રિટનમાં કોરોના વાયરસનો નવો પ્રકાર મળયા બાદ દુનિયાના 40 દેશોએ બ્રિટનથી આવતી ફ્લાઇટો ઉપર પ્રતિબંધ લગાવ્યો છે
જવા માટે 1500 કરતા પણ વધારે ટ્રક ઇંગ્લેન્ડની સરહદ ઉપર ઉભા છે. એવું માનવામાં આવી રહ્યું છે કે જો પ્રતિબંધોને હળવા નહીં કરવામાં આવે તો બ્રિટનમાં ખાદ્ય પદાર્થોની અછત સર્જાઇ શકે છે.
ફ્રાંસ દ્વારા પ્રતબંધો હળવા કરવામાં આવે તે માટે બ્રિટનના રાષ્ટ્રપતિ બોરિસ જ્હોનસને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમૈનુઅલ મૈંક્રો સાથે વાતચીત કરી છે. સ્કોટલેન્ડે પણ બ્રિટન સાથેની પોતાની સરહદો બંધ કરી છે અને હવાઇ પ્રતિબંધ પણ લગાવ્યો છે. તો ફ્રાંસે છેલ્લા 48 કલાકથી બ્રિટન સાથેની તમામ પ્રકારની સડક, રેલવે, હવાઇ સેવા રોકી દીધી છે.
તમામ દેશોમાં બ્રિટનથી આવેલા લોકોને ક્વોરેન્ટાઇન કરાયા
પોલેન્ડના નાગરિકોનો એક મોટો ભાગ બ્રિટનમાં રહે છે.તો તમામ દેશોમાં બ્રિટનથી આવેલા લોકોને ક્વોરેન્ટાઇનમાં મોકલવામાં આવી રહ્યા છે. ક્વોરેન્ટાઇન પિરિયડ પણ વધારી દેવામાં આવ્યો છે. તો બ્રિટન અને ફ્રાંસ વચ્ચે સતત ચર્ચાનો દોર ચાલી રહ્યો છે.
ઉપર યાત્રા પ્રતિબંધ લગાવ્યા બાદ તુર્કીના સુપર માર્કેટમાં અફરાતફરીને માહોલ છે. મોટા પ્રમાણમાં લોકો તુર્કીમાં ટોઇલેટ પેપર, બ્રેડ અને શાકભાજી ખરીદવા નિકળી પડ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.