જમ્મુ કાશ્મીરમાંથી ધારા 370 નાબૂદ કરી દીધા બાદ બ્રિટિશ સાંસદ ડેબી અબ્રાહમ્સે મોદી સરકારના તે નિર્ણયની ટીકા કરી હતી. બ્રિટિશ સંસદની સભ્ય અને કાશ્મીર માટે ઓલ પાર્ટી પાર્લિયામેન્ટ્રી ગ્રુપની પ્રેસિડન્ટ ડેબી સોમવારે દુબઈથી ભારત આવ્યા હતા. પણ દિલ્હી એરપોર્ટ પર જ તેમને રોકી દેવામાં આવ્યા. તેમને કહેવામાં આવ્યું કે તેમના ઈ-વીઝા રદ્દ કરી દેવામાં આવ્યો છે. ત્યાર પછી તેમને ફરી દુબઈ મોકલી દેવામાં આવ્યા.
સોમવારે દિલ્હી એરપોર્ટ પર રોકવા બાબતે ડેબીએ એક પોસ્ટ શેર કરી હતી. જેના દ્વારા તેમણે કહ્યું હતું કે સોમવારે સવારે 9 વાગ્યે દિલ્હી એરપોર્ટ પહોંચી હતી. મને કહેવામાં આવ્યું કે ગયા વર્ષે ઓક્ટોબરમાં જારી કરવામાં આવેલ તેમનો ઈ વીઝા જે ઓક્ટોબર 2020 સુધી માન્ય હતો, તેને રદ્દ કરી દેવામાં આવ્યો છે. વીઝા રદ્દ કરવાનું કારણ જણાવવામાં આવ્યું નથી.
સરકારી સૂત્રોના હવાલાથી કહેવામાં આવ્યું છે કે બ્રિટિશ સાંસદ પાસે ભારત આવવાનો લીગલ વીઝા નહોતો. બ્રિટિશ હાઈ કમીશને આ મામલે નજર રાખી. કમીશનના અધિકારીઓનું કહેવું છે કે, તેઓ તપાસ કરી રહ્યા છે કે સાંસદના વીઝા શા માટે રદ્દ કરવામાં આવ્યા.
ડેબીએ કહ્યું, અન્ય લોકોની જેમ મેં પણ ઈમિગ્રેશન ડેસ્ક પર દરેક દસ્તાવેજો આપ્યા હતા. જેમાં મારો ઈ-વીઝા પણ હતો. મારી તસવીર લેવામાં આવી અને પછી અધિકારીઓએ સ્ક્રીન કરી અને તેને જોઈને માથુ ધુણાવ્યું. ત્યાર બાદ તેમણે મને કહ્યું કે, મારા વીઝા રદ્દ કરી દેવામાં આવ્યા છે. તેમણે મારો પાસપોર્ટ લઈ લીધો અને 10 મિનિટ સુધી તેઓ ગાયબ રહ્યા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.