બ્રિટિશ સરકારને મળી ગુપ્ત જાણકારી, કોરોનાથી પાછળ હોઈ શકે છે ચીની લેબ

કોરોના વાયરસ ચીનની એનિમલ માર્કેટથી ફેલાયો, આ થિઅરી પર હજુ ઘણા લોકો વિશ્વાસ કરી રહ્યાં નથી. વાયરસના પ્રસારની જાણકારી મેળવવા માટે સરકારો જાસૂસી પણ કરાવી રહી છે. બ્રિટન સરકારને ગુપ્ત સૂચના મળી છે કે વાયરસનું સંક્રમણ પહેલા ચીની લેબથી જાનવરોમાં થયું અને ત્યારબાદ તે માણસોમાં ફેલાયો, જે ઘાતક સ્વરૂપ લઈ ચુક્યો છે.

લેબથી જાનવરો, જાનવરોથી માણસોમાં 
બ્રિટનના સર્વોચ્ચ સરકારી સૂત્રોનું કહેવું છે કે ભલે અત્યાર સુધી વૈજ્ઞાનિક સૂચન તે કહી રહ્યાં હોય કે વાયરસ પશુ બજારથી વ્યક્તિઓમાં ફેલાયો, પરંતુ ચીની લેબથી થયેલા લીકના ફેક્ટને નકારી શકાય નહીં. ડેલી મેલની રિપોર્ટ પ્રમાણે, બોરિસ જોનસન દ્વારા રચાયેલી કટોકટી કમિટી કોબરાના

એક સભ્યએ કહ્યું કે, પાછલી રાત્રે ગુપ્ત માહિતી મળી, જેના પ્રમામે તે વાતને લઈને કોઈ બે મત નથી કે વાયરસ જાનવરોથી ફેલાયો છે, પરંતુ તે વાતને પણ નકારી શકાય નહીં કે વાયરસ વુહાનની લેબથી લીક થઈને સૌથી પહેલા વ્યક્તિમાં ફેલાયો હતો.

પશુ બજારથી વધુ દૂર નથી વાયરોલોજી સેન્ટર
કોબરાને સિક્યોરિટી સર્વિસે આ સંબંધમાં ડિટેલ જાણકારી આપી છે. તેણે કહ્યું, વાયરસની પ્રકૃતિને લઈને એક વિશ્વસનીય વૈકલ્પિક વિચાર છે. સંભવતઃ આ માત્ર સંયોગ નથી કે વુહાનમાં લેબ આવેલી છે. તે તથ્યોને છોડી શકાય નહીં. વુહાનમાં ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી આવેલી છે. ચીનમાં આ સૌથી એડવાન્સ લેબ છે. આ ઇન્સ્ટીટ્યૂટ જાનરવોના બજારથી માત્ર 10 માઇલ દૂર છે. ઉલ્લેખનીય છે કે ચીની અખબાર પીપલ્સ ડેલીએ 2018માં કહ્યું હતું કે, તે ઘાતક ઇબોલા વાયરસ જેવા માઇક્રોઓર્ગેનિઝમ પર પ્રયોગ કરવામાં સમક્ષ છે.

પહેલા લેબ સ્ટાફના કર્મચારીઓમાં થયું સંક્રમણ?
તેવી અપુષ્ટ માહિતી પણ આવી હતી કે ઇન્સ્ટિટ્યૂટના કર્મચારીઓના બ્લડમાં તેનું ઇન્ફેક્શન થયું અને પછી તેણે સ્થાનિક વસ્તીને સંક્રમિત કરી હતી. તે વુહાન સેન્ટર ઓફ ડિઝીસ કંટ્રોલ પણ બજારથી માત્ર ત્રણ માઇલ દૂર છે. માનવામાં આવે છે કે અહીં પણ જાનવરો જેવા ચામાચિડિયા પર પ્રયોગ કરવામાં આવ્યા છે, જેથી કોરોના વાયરસ ટ્રાન્સમિશનનો ખ્યાલ આવી શકે.

2004માં ચીની લેબથી થયેલા લીકને કારણે ઘાતક સાર્સ વાયરસ ફેલાયો હતો, જેના લીધે ત્યાં એક વ્યક્તિનું મોત થયું હતું અને 9 સંક્રમિત થયા હતા. ચીની સરકારે ત્યારે કહ્યું હતું કે, બેદરકારીને કારણે આમ થયું હતું અને 5 વરિષ્ઠ અધિકારીઓને દંડ કરવામાં આવ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.