બ્રિટનમાં મળેલા નવા કોરોનાં મહામારીના સ્ટ્રેને, સમગ્ર દુનિયાને મૂકી દીધું ચિંતામાં

બ્રિટનમાં મળેલા કોરોના વાયરસ (Coronavirus)ના નવા સ્ટ્રેને સમગ્ર દુનિયાને ચિંતામાં મૂકી દીધું છે.

એક તરફ વેક્સીન આવ્યા બાદ કોરોના વાયરસ સંક્રમણને રોકવામાં મદદ મળશે, તો બીજી તરફ વાયરસના વધુ ખતરનાક સ્ટ્રેન મળવાથી નવી આશંકાઓએ જન્મ લીધો છે.

કોરોના વાયરસનો નવા અને ખતરનાક સ્ટ્રેન VUI-202012/01 બ્રિટન ઉપરાંત પાંચ વધુ દેશોમાં જોવા મળ્યો છે. આ દેશ છે- ઓસ્ટ્રેલિયા, ઈટલી, નેધરલેન્ડ્સ, જિબ્રાલ્ટર અને ડેનમાર્ક.

આ ઉપરાંત નવા વાયરસ સ્ટ્રેનના બેલ્જિયમમાં હોવાના પણ અહેવાલ મળ્યા છે પણ તેની પુષ્ટિ નથી થઈ. ફ્રાન્સ અને સાઉથ આફ્રિકાનું માનવું છે કે તેમને ત્યાં નવા સ્રેી ન હોઈ શકે છે. અહેવાલો મુજબ, નવેમ્બરમાં ડેનમાર્કમાં 9 કેસમાં આવા સ્ટ્રેનની પુષ્ટિ થઈ હતી. 

21 ડિસેમ્બરે બ્રિટિશ ક્ષેત્ર જિબ્રાલ્ટરમાં નવા સ્ટ્રેનના એક કેસની પુષ્ટિ થઈ છે. 20 ડિસેમ્બરે બ્રિટનથી રોમ પહોંચેલા એક ઈટાલિયન નાગરિકમાં પણ આ સ્ટ્રેન જોવા મળ્યો હતો. નવેમ્બર મહિનામાં ઓસ્ટ્રેલિયામાં બે લોકોમાં નવા સ્ટ્રેનના મામલાની પુષ્ટિ થઈ હતી, આ બંને લોકો બ્રિટનથી ન્યૂ સાઉથ વેલ્સ ગયા હતા. ડિસેમ્બર મહિનામાં નેધરલેન્ડ્સના અધિકારીઓએ કહ્યું કે સેમ્પલમાં નવા સ્ટ્રેનની પુષ્ટિ થઈ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.