બ્રોકરેજના ટાર્ગેટે તો રોકાણકારોને ચોંકાવ્યા, રૂ.299 પર આવેલા IPOનો જાણીતો શેર જશે 5300ની પાર

એવન્યુ સુપરમાર્ટ્સના શેર સવારે બીએસઈ પર વધારાની સાથે 4,420.45 રૂપિયા પર ખુલ્યા હતા. દિવસમાં તે ગત બંધ ભાવથી 3.2 ટકા ઉપર 4,562.60 રૂપિયાની હાઈ સુધી પહોંચ્યા હતા.

નવી દિલ્હીઃ રાધાકિશન દામાણીની કંપની એવન્યૂ સુપરમાર્ટ્સના શેરોમાં 28 માર્ચના રોજ 2.5 ટકા તેજી જોવા મળી હતી. કંપનીના વિસ્તાર પર ભાર મૂકવાના કારણે બ્રોકરેજ ફર્મ CLSAએ શેર માટે ટાર્ગેટ પ્રાઈસ 5,107 રૂપિયાથી વધારીને 5,307 રૂપિયા પ્રતિ શેર કરી દીધો છે. સાથે જ ખરીદીની સલાહ યથાવત રાખી છે.

નવી ટાર્ગેટ પ્રાઈસ એવન્યુ સુપરમાર્ટ્સ શેરના 28 માર્ચના બીએસઈ પર બંધ ભાવથી 17 ટકા વધારે છે. એવેન્યૂ સુપરમાર્ટ્સ હાઈપરમાર્કેટ ચેઈન D-Martને ઓપરેટ કરે છે.

એવન્યુ સુપરમાર્ટ્સના શેર સવારે બીએસઈ પર વધારાની સાથે 4,420.45 રૂપિયા પર ખુલ્યા હતા. દિવસમાં તે ગત બંધ ભાવથી 3.2 ટકા ઉપર 4,562.60 રૂપિયાની હાઈ સુધી પહોંચ્યા હતા. આ શેરની 52 સપ્તાહની હાઈ છે. કારોબાર ખત્મ થવા પર સેર 2.5 ટકાના વધારાની સાથે 4,529.90 રૂપિયાના ભાવે બંધ થયા હતા.

વર્ષમાં આપ્યું 33 ટકા રિટર્ન- કંપનીની માર્કેટ કેપ બીએસઈ પર 3 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ચૂકી છે. ગત એક વર્ષમાં શેરની કિંમતમાં 33.28 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. માત્ર 6 મહિનાની અંદર જ એવન્યૂ સુપરમાર્ટના શેરે 20 ટકાનું રિટર્ન આપ્યું છે. 21 માર્ચા રોજ CLSAને એવન્યુ સુપરમાર્ટ્સના શેર માટે ખરીદીની રેટિંગ સાથે 5,107 રૂપિયા પ્રતિ શેરનો ટાર્ગેટ નક્કી કર્યો હતો.

માર્ચ 2024 ક્વાટરમાં ખોલ્યા 16 સ્ટોર- એવન્યૂ સુપરમાર્ટ્સે જાન્યુઆરી-માર્ચ 2024 ક્વાટર દરમિયાન 16 નવા સ્ટોક ખોલ્યા છે. આ બ્રોકરેજની આશાથી ઘણું વધારે છે. CLSAનું કહેવું છે કે, સ્ટોરની સંખ્યા વધારવા પર રોકાણકારોને ખાસ નજર રહશે. આ ઉપરાંત પામ ઓઈલ અને ક્રૂડ ઓઈલની કિંમતોમાં વધારાથી એવન્યૂ સુપરમાર્ટ્સને નાણાકીય વર્ષ 2025માં પ્રાઈસ સ્ટ્રેટેજીને એડજસ્ટ કરવાની ફ્લેક્સિબિલિટી મળશે. તેનાથી કંપનીના બિઝનેસ ઓપરેશન્સ પર ઊંચા ખર્ચની અસર ઘટશે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.