પાટણના ચંદ્રુમાણા પાસેની નર્મદા કેનાલમાં પિતરાઈ ભાઈ બહેન ડુબી જતાં અરેરાટી વ્યાપી ગઈ છે અને 15 કલાકથી વધુનો સમય વિતવા છતાં પિતરાઈ ભાઈ બહેનનો કોઈ પત્તા લાગ્યો નથી. ગઇ કાલે સાંજના સમયે નર્મદા કેનાલ પર પિતરાઈ ભાઈ બહેન ડૂબ્યાં હતા અને કેનાલ લાગેલા મશીનમાં છાણ નાખતા ભાઈનો પગ લપસ્યો હતો, જેથી તે કેનાલમાં ગરકાવ થઈ ગયો હતો.
ભાઈને બચાવવા બહેન પણ કેનાલ માં કુદી હતી અને જેને કારણે બન્ને કેનાલમાં ડૂબ્યાં છે. ધ્રુવ પટેલ નામનો યુવક અને પ્રાચી નામની સગીરા કેનાલમાં ડૂબ્યાં છે. બંનેની શોધખોળ ચાલી રહી છે, પરંતુ તેમનો કોઈ પત્તો લાગી રહ્યો નથી. બીજી તરફ આ સમાચાર આગની જેમ સમગ્ર વિસ્તારમાં ફેલાઇ ગયા હતા. જેને કારણે મોટી સંખ્યામાં લોકો કેનાલ પર પણ દોડી આવ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.