રક્ષાબંધન પહેલાં ભાઈએ સગી બહેનનું કયુઁ અપહરણ અને…

ગુજરાતનાં રાજકોટ શહેરમાં એક ખૂબ જ ચોંકાવનારી ધટના સામે આવી હતી. જેમાં રક્ષાબંધનના ચાર દિવસ અગાઉ સગા ભાઈએ જ પોતાની બહેનનું અપહરણ કયુઁ હતું. આ ધટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ હતી.

https://www.youtube.com/watch?v=Zcl0nRvLmh8

ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર રાજકોટ શહેરના દ્વારકેશ પાર્ક નંબર 7 સનરાઇઝ એપાર્ટમેન્ટમાં રહેતા દીપેશ ખીમજીભાઇ પંચાસરા નામના યુવકે પોતાનાં સાળા અને ત્રણ અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ પોતાની પત્નીનું અપહરણ કર્યાની ફરિયાદ દાખલ કરાવી છે. સમગ્ર મુદ્દે યુનિવર્સિટી પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરવામાં આવી છે.

ફરિયાદ અનુસાર જોવા જતાં તે મૂળ પડધરીનાં દેપાળિયા ગામનો રહેવાસી છે.છેલ્લાં ધણાં સમયથી રાજકોટનાં દ્વારકેશ પાકઁમાં સનરાઈઝ એપાટઁમેન્ટમાં પોતાનાં પરિવાર સાથે રહે છે. તેમણે ઉમિઁલા જસાભાણ સાથે પ્રેમ લગ્ન કર્યા છે.

જો કે ગત્ત સાંજે તેમનો સાળો નીતિન અને બીજા ત્રણ અજાણ્યા શખ્સો ઘરમાં બિનકાયદેસર રીતે પ્રવેશ કરીને બળજબરીપુર્વક પત્નીને ઉર્મિલાને ઇકો ગાડીમાં બેસાડીને ઉઠાવી ગયા હતા.

https://www.youtube.com/watch?v=ry_3ct8kjO0&t=4s

બનાવ અંગે માહિતી મળતા તેણે ઘરે પહોંચીને પોલીસ ફરિયાદ દાખલ કરી હતી. સાળા નીતિને ફોન કરીને ધમકી આપી હતી કે, હું મારી બહેનને તારી સાથે રહેવા દેવા માંગતો નથી. સમગ્ર મુદ્દે યુનિવર્સિટી પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને તપાસ આદરવામાં આવી છે. આ ઉપરાંત અપહરણકારોને ઝડપી લેવા માટેના ચક્રોપણ ગતિમાન કર્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.