એક તરફ જ્યાં રક્ષાબંધનનો પર્વ લોકો ધામધૂમપૂર્વક ઉજવી રહ્યા છે. ત્યાં ભાઈ-બહેનના પવિત્ર પર્વના દિવસે જ ભાવનગરમાં એક કરુણ કિસ્સો સામે આવ્યો છે. જેમાં ભાઈને રાખડી બાંધીને નીકળેલ મહિલાને શિહોર નજીક અકસ્માત નડ્યો જેમાં તેનું મોત નીપજ્યું હતું. ભાઈ વિચાર્યું પણ નહીં હોય કે આજે તેની છેલ્લી રક્ષાબંધન હશે..
https://www.youtube.com/watch?v=2liY2Rmeh5U&t=40s
મળતી માહિતી મુજબ, પાલિતાણાના નવાગામ બડેલી નું એક દંપતિ બાઇક પર જઇ રહ્યું હતું, જ્યાં ઈકો કારે ટક્કર મારતા બાઇક પર સવાર મહિલાનું ઘટનાસ્થળે જ મોત નિપજતા પરિવારમાં માતમ છવાઇ ગયો છે.
હકીકતમાં દેવુબેન નામની મહિલા પતિ સાથે રંધોળા ગામે પોતાના ભાઈને રાખડી બાંધવા ગઈ હતી.જ્યાંથી પરત ફરતી વખતે ભૂતિયા નજીક ઈકો કારના ચાલકે ત બાઇક અડફેટે લેતાં બાઈક સવાર મહિલાનું મોત નીપજ્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.