સુરતમાં દિવસને દિવસે બસ અકસ્માતની ઘટનાઓમાં ચિંતાજનક ઉછાળો જોવા મળી રહ્યો છે અને જેમાં બસચાલકોની બેફામ ગતિએ હંકારવાની મજા અને બેદરકારીના પગલે લોકોને જીવ ગુમાવાનો વારો આવતો હોય છે ફરી એકવાર BRTS બસ અકસ્માત સર્જાવાની ઘટનાને લઇ વિવાદમાં આવી છે. 7 મહિનામાં સુરત BRTS એ 10 જેટલા અકસ્માત સર્જર્યો હતો અને જેમાં 5 લોકોના મોત નિપજ્યા હતા તેમજ ગતરોજ જ સુરતના રિંગરોડ માર્કેટ પાસે BRTS અડફેટે લેતા એક યુવકનું મોત નિપજ્યો હતો શહેર મહાનગરોમાં હવે AMTS ,BRTS યમરાજ બની ફરી રહી છે,
કેટલીક વખત બસચાલકો ટ્રાફિકમાંથી પસાર થતા હોય છે ત્યારે નાના વાહનો નીકળી જવાની લહ્યામાં ઉતાવળ કરી બસની અડફેટે આવી જતા મોતને ભેટતા હોય છે અને એટલે વાહન ચલાવતી સમયે મોટા વાહનોથી દુર રહેવું અને ધીમી ગતિએ હંકારવું ,રોડ રસ્તા પરથી પસાર થતી વખતે સંપૂર્ણ તકેદારી રાખવી તે તમામ બાબતોનોં સંજ્ઞાન લેવુ..
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.