અમદાવાદ શહેરના જુદા જુદા વિસ્તારના કોરિડોરમાં બેફામપણે ચાલી રહેલી બીઆરટીએસ બસ દ્વારા છેલ્લા ૧૦ વર્ષમાં ૧૦૦ કરતા વધુ લોકોનો ભોગ લીધો છે. તેથી હવે ટ્રાફિક પોલીસ મોડે મોડે જાગી છે ટ્રાફિક પોલીસ દ્વારા બીઆરટીએસ બસના ચાલકો નિમય ભંગ કરે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે ક્વોર્ડની રચના કરવામાં આવી છે. પૂર્વ અને પ્રશ્વિમ વિસ્તારમાં કુલ ચાર સ્કવોર્ડની ટીમ બીઆરટીએસના ચાલકો પર બાજનજર રાખશે.
આ વર્ષે બીઆરટીએસના અકસ્માતથી નવ લોકોના મોત થતાં આખરે સરકારે તેમજ શહેર ટ્રાફિક પોલીસે ગંભીર નોંધ છે. તેથી બીઆરટીએસના ચાલકો સામે કડક કાર્યવાહી કરવા માટે ટ્રાફિક પોલીસ, આરટીઓ અને બીઆરટીએસના અધિકારીઓ સામેલ કરીને સ્કવોર્ડની રચના કરવામાં આવી છે. જો હવે બીઆરટીએસના ચાલકો નિયમભંગ કરશે તો તેમની સામે સ્કવોર્ડની ટીમ કાયદેસરની કાર્યવાહી કરશે.
બીઆરટીએસ કોરિડોરમાં બિનઅધિકૃત વાહનો અવર જવર કરતા હોવાથી અકસ્માતની ઘટના સર્જાવાની સંભાવના રહેતી હોય છે. તેથી ટ્રાફિક પોલીસ, એએમસીના અધિકારીઓ દ્વારા કોરિડોરમાં બિનઅધિકૃત વાહન પ્રવેશી શકે નહી તે માટે થોડા સમયમાં કોરિડોરના પ્રવેશ અને એકઝિટ પોઇન્ટ પર બ્લોક સ્ટોક લગાવવામાં આવશે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.