અમદાવાદમાં બીઆરટીએસ બસની ટક્કરે બે સગાં ભાઈઓનાં મોત થતાં જ કોંગ્રેસ આક્રમક મૂડમાં આવી ગયું છે. અને પ્રજાજનોનો રોષ માપી જતાં કોંગ્રેસે આ વખતે વિરોધ નોંધાવ્યો છે. તો કોંગ્રેસની સ્ટુડન્ટ વિંગ એવા NSUIએ પણ આ મામલે ઝંપલાવ્યું છે. અને આવતીકાલે BRTS બસ બંધનું એલાન આપ્યું છે.
BRTS બસની ટક્કરથી બે ભાઈઓનાં મોતથી સમગ્ર અમદાવાદ હચમચી ગયું છે. તો આ મામલે NSUIએ BRTS બંધનું એલાન આપતાં બસમાં સફર કરતાં અમદાવાદીઓને તકલીફનો સામનો કરવો પડી શકે છે. આવતીકાલે NSUIએ આપેલાં આ બંધ કેટલો સફળ રહે છે તે તો કાલે જ ખબર પડશે. પણ તેને કારણે ચોક્કસથી અમદાવાદીઓને થોડી મુશ્કેલીઓનો સામનો કરવો જ પડશે.
તો આ મામલે અમદાવાદ કોંગ્રેસે પણ મેયર ઓફિસની બહાર ભારે વિરોધ નોંધાવ્યો હતો. અમદાવાદ કોર્પોરેશનની કચેરી બહાર કોંગી કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ અને ઝપાઝપીનાં દ્રશ્યો સર્જાયા હતા. આ મામલે AMCનાં વિપક્ષી નેતાએ આવેદન પત્ર આપ્યું છે. તો કોર્પોરેશનના ભાજપ સત્તાધીશોએ આ અકસ્માતને સ્વાભાવિક ગણાવી તપાસ કરવાનું વાત કહી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.