આ સમયે આયુષ મંત્રાલયની તરફથી પણ જેને કોરોનાના લક્ષણ વિનાના, સામાન્ય અને વધારે સંક્રમણના દર્દીને માટે ઉપયોગમાં લેવામાં આવે છે. હવે સરકાર તેને 2 ડોક્યુમેન્ટ સાથે ફ્રીમાં આપશે.
એક રિપોર્ટ અનુસાર કોરોના દર્દીની સેવા માટે આયુષ મંત્રાલયે ગયા શનિવારથી દિલ્હીના અનેક સ્થાન પર આયુષ -64નું નિઃશુલ્ક વિતરણ શરૂ કર્યું છે. સોમવારથી આ ફ્રી વિતરણના અનેક નવા કેન્દ્રો ચાલુ કરાશે.
આ માટે દર્દીનો આરટીપીસીઆર પોઝિટિવ રિપોર્ટ અને તેની સાથે તેનું આધાર કાર્ડ બતાવવાનું રહેશે. આ પછી નક્કી કેન્દ્રો પરથી તમને ફ્રીમાં દવા મળી રહેશે. દવાની ગોળી ખતમ થાય અને જરૂરી હોય તો ફરીથી ફ્રીમાં દવા મેળવી શકાશે.
- રીજનલ રિસર્ચ ઈન્સ્ટીટ્યૂટ ઓફ યૂનાની મેડિસિન, અબૂલ ફઝલ એન્કલેવ પાર્ટ 1, જામિયાનગર સવારે 9થી સાંજે 5 સુધી
- યૂનાની મેડિકલ સેન્ટર, રૂમ નં 111-113, સફદરજંગ હોસ્પિટલ સવારે 9થી સાંજે 4 સુધી
- યૂનાની સ્પેશ્યિલિટી ક્લિનિક, જામિયા મિલિયા ઇસ્લામિયા સવારે 9થી સાંજે 4.30 સુધી
- સેન્ટ્રલ આયુર્વેદ રિસર્ચ ઇન્સ્ટીટ્યૂટ, ગલી નં 66, પંજાબી બાગ સવારે 9.30થી 4 સુધી
રોહિણી સેક્ટર 19માં સીસીઆરવાઈએનનો પ્રાકૃતિક ચિકિત્સા હોસ્પિટલમાં પણ બુધવારથી આયુષ 64નું વિતરણ કરાશે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.