બીએસએફ દ્વારા બોટમાંથી બરફના કેટલાક ડબ્બા, જેરી કેન અને માછીમારીની જાળ જપ્ત કરવામાં આવી છે. જોકે, બોટમાં સવાર લોકો પાકિસ્તાન તરફ ભાગી જવામાં સફળ રહ્યા હતા. હરામી નાળાને સર ક્રીક વિસ્તાર તરીકે પણ ઓળખવામાં આવે છે. આ વિસ્તાર 22 કિમી લાંબો અને લગભગ 8 કિમી પહોળો એક દલદલી પેચ છે, જ્યાં મોટાભાગે જહાજો માટે પાણી હોય છે.
બીએસએફના એક અધિકારીએ જણાવ્યું હતું કે, અમે સવારે 6 વાગ્યાની આસપાસ ગુજરાતના કચ્છના ‘હરામી નાળા’માંથી એક પાકિસ્તાની માછીમારી બોટને જપ્ત કરી હતી. કેટલાક લોકો બોટ પર જોવા મળ્યા હતા, પરંતુ તેઓ પાણીમાં કૂદી પડ્યા હતા અને પાકિસ્તાન તરફ તરીને ભાગવામાં સફળ થયા હતા. બોટમાંથી આઈસબોક્સ, જેરી કેન અને ફિશીંગ નેટ મળી આવી હતી. આ વર્ષની શરૂઆતમાં BSFએ હરામી નાળામાંથી ત્રણ પાકિસ્તાની બોટ જપ્ત કરી હતી. મે મહિનામાં પણ, BSFએ વિવિધ કામગીરીમાં નવ પાકિસ્તાની માછીમારોને પકડ્યા હતા અને એટલી જ સંખ્યામાં પાકિસ્તાની ફિશિંગ બોટ જપ્ત કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.