BSFએ સરહદ પર પાકિસ્તાનના ડ્રોનને નિશાન પર લીધું, કરી રહ્યું હતું હથિયારોની તસ્કરી

ભારતીય સેના દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીના કારણે પાકિસ્તાન સમસમી ઉઠ્યું છે. ત્યાર બાદ પાકિસ્તાન સતત ભારતીય સરહદની રેકી કરવા પ્રયત્ન કરી રહ્યું છે. ત્યારે ફરી એક વખત બીએસએફના જવાનોએ પાકિસ્તાનના ડ્રોનને નીચે પાડીને તેનો ઈરાદો નિષ્ફળ બનાવ્યો છે. બીએસએફના જવાનોએ કઠુઆ બોર્ડર પર પાકિસ્તાનના ડ્રોનને પાડી દીધું હતું.

પાકિસ્તાન તરફથી આવેલા આ ડ્રોનમાં કેટલાક હથિયારો પણ બાંધેલા હતા. આ ડ્રોનમાંથી એક M-4 યુએસ મેડ રાઈફલ, બે મેગેઝીન અને 60 રાઉન્ડ, સાત ગ્રેનેડ મળી આવ્યા હતા. આ ડિલિવરી કોઈ અલીભાઈ નામના યુવક માટે હતી અને આઠ ફૂટના આ ડ્રોનની સાથે તેનું નામ પણ હતું. એક અહેવાલ પ્રમાણે કઠુઆ સેક્ટરમાં બીએસએફની પનેસર પોસ્ટ સામે પાકિસ્તાન બાજુથી તે ડ્રોનને કંટ્રોલ કરવામાં આવી રહ્યું હતું.

એક અથડામણમાં માર્યા ગયેલા જૈશ એ મોહમ્મદના આતંકવાદીઓ પાસેથી આવા હથિયારો જ જપ્ત કરવામાં આવ્યા હતા. પાકિસ્તાની એજન્સીઓ દ્વારા કરવામાં આવેલી આ ગતિવિધિનો ઉદ્દેશ્ય કાશ્મીરમાં સક્રિય જૈશ એ મોહમ્મદના પાકિસ્તાની આતંકવાદીઓ

દ્વારા હિંસા આચરવાનો અને શાંતિ વ્યવસ્થામાં ખલેલ પહોંચાડવાનો છે.

પાકિસ્તાન દ્વારા અગાઉ પણ અન્ય સરહદી ક્ષેત્રો ખાસ કરીને કુપવાડા, રાજૌરી અને જમ્મુમાં હથિયારોની તસ્કરી માટે આ પ્રકારના પ્રયત્નો કરવામાં આવ્યા છે.

પાકિસ્તાન દ્વારા સીઝફાયરનું ઉલ્લંઘન

પાકિસ્તાનની સેનાએ શુક્રવારે લાઈન ઓફ કંટ્રોલ (LoC) પાસે આવેલા જમ્મુ કાશ્મીરના પુંછ જિલ્લાના શાહપુર, કસ્બા અને કિરની સેક્ટરમાં અનેક વખત ગોળીબાર કર્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.