નવી દિલ્હીઃ દેશની પ્રથમ રક્ષા પંક્તિ એટલે કે સીમા સુરક્ષા બળ (BSF)નો આજે 55મો સ્થાપના દિવસ છે. આ અવસરે રવિવારે દિલ્હીમાં વિશેષ સમારોહ અને પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. સમારોહના મુખ્ય અતિથી ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે કહ્યું કે, સરકાર કેન્દ્રીય શસ્ત્ર બળોને શક્ય એવી દરેક સુવિધા આપવાના પ્રયાસો કરી રહી છે. દરેક જવાન વર્ષમાં ઓછામાં ઓછા 100 દિવસ પરિવાર સાથે રહી શકે, તેના માટે પણ યોગ્ય પગલા લેવાઈ રહ્યા છે. સરહદ પર ઘુસણખોરી, ચોરી અને દુશ્મનોના હુમલાઓને રોકવા માટે 1965માં બીએસએફની રચના કરાઈ હતી.
રાયે કહ્યું કે, ડેરા બાબા નાનકમાં કરતારપુર કોરિડોર બીએસએફના કારણે જ સુરક્ષિત છે. આપણા જવાનોના કારણે દુશ્મન ઘુસણખોરોએ અથવા કોઈ ગુનાહિત પ્રવૃતિને અંજામ આપતા પહેલા ઘણી વખત વિચારવું પડે છે.
ડાયરેક્ટર જનરલ(BSF)વિવેક કુમાર જોહરીએ કહ્યું,‘સરહદ પર ઘુસણખોરીના પ્રયાસો સતત થઈ રહ્યા છે. ગત દિવસે અમે સરહદ પર આવેલા વિસ્તારમાં ડ્રોનદ્વારા ઘુસણખોરી અટકાવવા માટેના પગલા ભર્યા હતા’
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.