નાણાકીય સંકટનો સામનો કરી રહેલી દેશની પ્રમુખ ટેલિકોમ કંપનીઓમાંથી એક ભારત સંચાર નિગમ લિમિટેડ(BSNL) એ તાજેતરમાં એક મહત્વની માહિતી આપી છે. કંપનીએ તેના કર્મચારીઓને લઈ આ સમાચાર આપ્યા છે.
મીડિયા રિપોર્ટ મુજબ BSNLએ જણાવ્યું કે તેના લગભગ 80,000 કર્મચારીઓ વીઆરએસ(સ્વૈચ્છિક નિવૃત્તિ) સ્કીમની પસંદગી કરી શકે છે. જેથી કંપનીને સેલેરીમાં દર મહિને અંદાજે 600 કરોડ રૂપિયાની બચત થશે. તેથી BSNLને અપેક્ષા છે કે જો એવું થશે તો વાર્ષિક ધોરણે કંપનીને લગભગ 7,000 કરોડ રૂપિયાની બચત થશે અને આ રીતે પાંચ વર્ષ દરમિયાન કંપની ફાયદો કરતી થઈ જશે.
રિપોર્ટ પ્રમાણે BSNLના સીએમડી પ્રવીણ કુમાર પુરવારે કહ્યું કે લગભગ 70,000 કર્મચારીઓએ VRSના વિકલ્પની પસંદગી કરી છે અને તેમને અપેક્ષા છે કે ડિસેમ્બરમાં સ્કીમ સમાપ્ત થતા પહેલા વધુ પ્રમાણમાં કર્મચારીઓ VRS અપનાવી શકે છે. ઉલ્લેખનીય છે કે BSNL દેશની સૌથી મોટી લોસ-મેકિંગ સરકારી કંપની છે અને હવે અપેક્ષા દાખવામાં આવી રહી છે કે નાણાકીય વર્ષ 2018-19માં કંપનીનું નુકસાન વધીને લગભગ 14,000 કરોડ રૂપિયા પહોંચી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.