બુધવાર જયા એકાદશી,ચંદ્ર-શુક્રનો કેન્દ્રયોગ, જાણો આજનું રાશિફળ

વિક્રમ સંવત 2076, મહા સુદ એકાદશી, બુધવાર જયા એકાદશી, ચંદ્ર-શુક્રનો કેન્દ્રયોગ, વેધશાળા-અમદાવાદનો સ્થાપના દિન
મેષ અકલ્પનીય સંજોગો આવે તો પણ હિંમતપૂર્વક સામનો કરી શકશો. વિસંવાદિતા દૂર થાય. ખર્ચ વધે.
વૃષભ અપેક્ષાઓ અધૂરી રહેતી લાગે. નાણાકીય સંજોગો કઠિન જણાશે. વિવાદથી દૂર રહેજો.
મિથુન અંતઃકરણમાં ઉદ્વેગ હશે તો દૂર થાય. આશાનો સંચાર થાય. પ્રવૃત્તિમય દિવસ.
કર્ક લાભની આશા ફળીભૂત થવામાં વિલંબ જોવાય તો નિરાશ થયા વિના પ્રયત્નો ચાલુ રાખજો.
સિંહ સહકાર અને સંવાદથી જ લાભની પ્રાપ્તિ. ગૃહજીવનનાં કાર્ય થઈ શકે. પ્રવાસ ફળે.
કન્યા લોભ-લાલચથી દૂર રહીને ગણતરીપૂર્વકનાં પગલાંથી લાભ મેળવી શકશો. સ્વજનની ચિંતા. તબિયત નરમ રહે.
તુલા આપના વ્યવહારિક-સામાજિક કે સ્વાસ્થ્ય સંબંધી ચિંતા હળવી બને. રાહત. અગત્યના સમાચાર મળે.
વૃશ્ચિક ટેન્શનને દૂર રાખવા તમારે લાઘણી પર કાબૂ રાખવો પડે. અવરોધ બાદ કાર્ય સફળતા. પ્રવાસ. મિલન.
ધન ધાર્યો લાભ અટકતો લાગે. ધીરજ-પરિશ્રમ જરૃરી લેખજો. નાણાકીય વહીવટમાં પરેશાની.
મકર કૌટુંબિક ક્ષેત્રે વિસંવાદિતા જણાય. ટેન્શનનો પ્રસંગ. આર્િથક પ્રશ્ન હલ થતો લાગે. પ્રવાસ મજાનો.
કુંભ આપના કામકાજો સફળ બનાવવા દૃઢ સંકલ્પ જરૃરી માનજો. ગૃહવિવાદ. ખર્ચ જણાય.
મીન આપની ખરીદીઓ પાછળ ખર્ચ વધી ન જાય તે જોજો. અગત્યનું કામ થઈ શકે. મિત્રથી મિલન.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.