ખંભાતમાં હિંસાના આરોપીઓની સંપત્તિ પર ચાલ્યા બુલડોઝર જાણો સમગ્ર ઘટના વિગતવાર..

ખંભાતમાં રામનવમી અવસર પર નીકળેલી શોભા યાત્રા પર પથ્થરમારા બાદ હિંસા ફેલાઈ ગઈ હતી. હવે ખંભાતમાં જિલ્લા પ્રશાસન દ્વારા હિંસાના આરોપીઓની સંપત્તિ પર બુલડોઝર ચલાવવામાં આવ્યો છે. પ્રશાસને હિંસાની જગ્યાએ સ્થિત દુકાનોને તોડી પાડી છે. રામનવમીના અવસર પર ખંભાતમાં થયેલી હિંસામાં એક વ્યક્તિનું મોત થઈ ગયું હતું અને આ પહેલા મધ્ય પ્રદેશના ખરગોનમાં પણ હિંસાના આરોપીઓ અને પથ્થરમારો કરનાર આરોપીઓની ગેરકાયદેસર સંપત્તિને પ્રશાસને ધ્વસ્ત કરી દીધી હતી.

કહેવામાં આવી રહ્યું છે કે દરગાહ સામે સ્થિત દુકાનો પર પોલીસ પ્રશાસને બુલડોઝર ચલાવીને તોડી દીધી છે. આ દરમિયાન મોટી સંખ્યામાં પોલીસબળ તૈનાત કરવામાં આવી. એ સિવાય SDM સહિત તમામ મોટા અધિકારી પણ ઘટનાસ્થળે ઉપસ્થિત રહ્યા. અધિકારીનોનું કહેવું છે કે આ સંપત્તિઓ ગેરકાયદેસર હતી અને અહીં ગુનાહિત ગતિવિધિઓ થઈ રહી હતી અને આ કારણે એક્શન લેવામાં આવ્યું. રામનવમીના અવસર પર ખંભાતમાં હોબાળો થઈ ગયો હતો.

રામનવમીના અવસર પર મધ્ય પ્રદેશના ખરગોનમાં પણ રામનવમી પર હિંસા ફેલાઈ હતી અને ત્યારબાદ પ્રશાસને શોભા યાત્રા પર પથ્થરમારો કરનારા અને હિંસાના આરોપીઓની ગેરકાયદેસર સંપત્તિને ધ્વસ્ત કરી દીધી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.