અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે. ત્યારે આણંદનાં વાસદ પાસે મોટી દુર્ઘટનાં સર્જાવા પામી છે. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી છે.
અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી હાલ ચાલી રહી છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરીમાં મોટી દુર્ઘટનાં સર્જાવા પામી છે. આણંદનાં વાસદ પાસે શ્રમિકો ક્રોક્રિટનાં કાટમાળ નીચે દટાયા હતા. દુર્ધટનામાં 3 થી વધુ શ્રમિકો દટાયા હોવાની માહિતી મળી રહી છે. આણંદનાં વાસદ પાસે દુર્ઘટના બની હતી.
અમદાવાદ અને મુંબઈ વચ્ચેનું અંતર માત્ર 2 કલાકમાં જ કાપી શકાશે
અમદાવાદ અને મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. ગુજરાત રાજ્યમાંથી પસાર થતા તમામ બ્રિજનું કામ પુર્ણ થઈ ગયું છે. માહિતી અનુસાર, મુંબઈ-અમદાવાદ રૂટ એ ભારતનો એકમાત્ર માન્ય હાઈ-સ્પીડ રેલ પ્રોજેક્ટ છે, જેના નિર્માણમાં જાપાન સરકાર પણ મદદ કરી રહી છે. આ પ્રોજેક્ટ પૂર્ણ થયા પછી અમદાવાદ અને મુંબઈ વચ્ચેનું 508 કિલોમીટરના અંતર માત્ર 2 કલાકમાં જ કાપી શકાશે.
મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોર
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વપ્ન સમાન બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ તેજ ગતિએ આગળ વધી રહ્યું છે. આ પ્રોજેક્ટમાં એન્જિનિયરિંગનો અદભુત કમાલ પણ જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં 12 નદીઓ પર રેલવે પુલના કામ પુર્ણ થઈ ગયા છે. જેમાં 20 પૈકી 9 રેલવે બ્રિજ વાપી અને સુરત નદી પરના પુલોની કામગીરી પુર્ણ થઈ ગઈ છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો પુલનો પ્રોજેક્ટ 29 ઓક્ટોબરના રોજ પૂર્ણ કરવામાં આવ્યો. ઉલ્લેખનીય છે કે મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોરનું સંચાલન કેન્દ્ર સાબરમતી ખાતે હશે.
માહિતી અનુસાર, આ પ્રોજેક્ટમાં 163 કિલોમીટરના ફ્લાયઓવર પણ છે અને 2026 સુધીમાં સુરત અને બીલીમોરા વચ્ચે ટ્રાયલ રન શરૂ થઈ શકે છે. નોંધનીય છે બુલેટ ટ્રેનના રૂટ માટે 24 પુલ અને 7 પર્વતમાંથી ટર્નલ બનાવવામાં આવી છે. કોરિડોરમાં 7 કિલોમીટર લાંબી સમુદ્ર નીચે ટનલ પણ સામેલ છે. અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન કોરિડોરમાં સાબરમતી, અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, બીલીમોરા, વાપી, બોઈસર, વિરાર, થાણે અને મુંબઈ સ્ટેશન હશે.
ગુજરાતમાં કોરિડોર પર પૂર્ણ થયેલા 12 નદી પુલ
વાપી અને સુરત બુલેટ ટ્રેન સ્ટેશનો વચ્ચે: કરેરા (નવસારી જિલ્લો), પાર (વલસાડ જિલ્લો), પૂર્ણા (નવસારી જિલ્લો), મીંઢોળા (નવસારી જિલ્લો), અંબિકા (નવસારી જિલ્લો), ઔરંગા (વલસાડ જિલ્લો), કોલક નદી (વલસાડ જિલ્લો), કાવેરી નદી (નવસારી જિલ્લો) અને વેંગાનિયા (નવસારી જિલ્લો) – કુલ 9 પૂલોનું કામ પૂર્ણ થઈ ચુક્યું છે.
આ નદી અંબિકા નદીની ઉપનદીઓમાંની એક છે, જે મહારાષ્ટ્ર રાજ્ય સાથે ગુજરાત રાજ્યના સરહદી વિસ્તારમાં આવેલા વાંસદા તાલુકાના ટેકરીઓમાંથી નીકળે છે. ખરેરા નદી વાપી બુલેટ ટ્રેન સ્ટેશનથી 45 કિમી અને બીલીમોરા બુલેટ ટ્રેન સ્ટેશનથી 6 કિમી દૂર છે. આ પુલની લંબાઈ 120 મીટર છે. જયારે 3 ફુલ સ્પાન ગર્ડર (દરેક 40 મીટર) નો સમાવેશ થાય છે. પીલર્સની ઊંચાઈ – 14.5 મીટરથી 19 મીટર છે, 4 મીટરનો એક (01) ગોળાકાર થાંભલો અને 5 મીટર વ્યાસનો ત્રણ (03) ગોળાકાર થાંભલા છે. બે સ્ટેશનો વચ્ચેના અન્ય પૂર્ણ થયેલા પુલ કોલક, પાર, ઔરંગા અને કાવેરી નદી પર છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.