ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહએ અંગત કારણોથી ઈંગ્લેન્ડ સામની મુકાબલાઓથી પોતાનું નામ પરત લઈ લીધું છે. બુમરાહે ઈંગ્લેન્ડ ની વિરુદ્ધ ચોથી ટેસ્ટ બાદ પાંચ મેચોની ટી20 સીરીઝથી પણ રજા લઈ લીધી છે.
મીડિયામાં ચાલી રહેલા અહેવાલો મુજબ, જસપ્રીત બુમરાહે લગ્ન માટે આ બ્રેક લીધો છે. અહેવાલોનું માનીએ તો જસપ્રીત બુમરાહ 14 અને 15 માર્ચે ગોવામાં સ્પોર્સ્J એન્જર સંજના ગણેશન સાથે સાત ફેરા લેવાનો છે.
સંજના આઇપીએલમાં એન્કર છે અને તે વર્લ્ડ કપ 2019ને પણ કવર કરી ચૂકી છે. સંજના ગણેશન એન્જિનિયરિંગ પણ કરી ચૂકી છે. જોકે તેણે મોડલિંગની તરફ .ફોકસ કર્યું અને વર્ષ 2014માં તે મિસ ઈન્ડિયાની ફાઇનલ સુધી પહોંચી. સંજનાએ એમટીવીના રિયાલિટી શો સ્પિલ્ટ્સ વિલાથી ટીવી પર પોતાનું ડેબ્યૂ કર્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.