મધ્ય પ્રદેશમાં સોમવારની સવાર કાળ બનીને આવી. અહીં આજે સવારે એક મોટો અકસ્માત થઈ ગયો. ખરગોન અને ધાર જિલ્લાની સીમા પર 55 મુસાફરો ભરેલી બસ નર્મદામાં પડી ગઈ. દુર્ઘટના ખલઘાટમાં બનેલા પુલ પર થઈ. મહારાષ્ટ્ર રોડવેઝની આ બસ ઇન્દોરથી પૂણે જઈ રહી હતી. જાણકારી મળતા જ પોલીસ પ્રશાસને રેસ્ક્યૂ ઓપરેશનની શરૂઆત કરી દીધી હતી. ખરગોન-ધારના DM અને SP ઘટનાસ્થળે પહોંચી ગયા છે. ખરગોનાના SP ધર્મવીર સિંહનું કહેવું છે કે, 13 શબ બહાર કાઢવામાં આવ્યા છે જ્યારે 15 લોકોનું રેસ્ક્યૂ કરી લેવામાં આવ્યું છે અને બચાવવામાં આવેલા લોકોમાંથી 5-7 લોકોની હાલત ખૂબ જ ગંભીર છે, તેમને નજીકની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
રેસ્ક્યૂમાં બચાવવામાં આવેલા લોકોએ જણાવ્યું કે, પુલની રેલિંગ તોડતા બસ સીધી નદીમાં ન પડતા પથ્થરો પર પડી, ત્યારબાદ નદીમાં પલટી ગઈ. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે, અકસ્માતમાં બસના ફુરચે-ફુરચા ઊડી ગયા અને કેટલાક લોકો જેમ તેમ તરીને બહાર નીકળ્યા, તો ઘણા લોકા લોકો ફસાઈને રહી ગયા. બસમાં લગભગ 55 લોકો સવાર હતા અને ઘટનાસ્થળ પર રેસ્ક્યૂ ઓપરેશન ચલાવી રહેલા બચાવકર્મી બસમાં ફસાયેલા અને નદીમાં વહી ગયેલા લોકોની તપાસ કરી રહ્યા છે.
ઘટનાસ્થળ પર રેસ્ક્યૂ ઓપરેશન સતત ચાલી રહ્યું છે કને આ અકસ્માત પર મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ સતત નજર રાખી રહ્યા છે. મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ટ્વીટ કરતા લખ્યું કે, ‘ખરગોનના ખલઘાટમાં બસ નદીમાં પડવાથી થયેલી દુર્ઘટનાના દુઃખદ સમાચાર પ્રાપ્ત થાય છે.’
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.