New Business idea: આ બિઝનેસમાં રોકાણથી વધારે જરુર તમારા હાથના હુનરની છે. આ શરૂ કરતા પહેલા એક કોર્સ કરી લેવો જોઈએ. આ વિશે સંપૂર્ણ માહિતી હોવી જોઈએ. દેશમાં ઘણી સંસ્થાઓ મોબાઈલ અને લેપટોપ રિપેરિંગના કોર્સ ઓફર કરે છે. આ સિવાય તમે કોઈ કંપની સાથે જોડાણ કરીને અથવા દુકાન ખોલીને આ બિઝનેસ દ્વારા મોટી કમાણી કરી શકો છો.
નવી દિલ્હીઃ દેશમાં વાયુવેગે ડિજિટાઇઝેશન (Digitization) થઈ રહ્યું છે. જેને લઈને ઘણા કામ ઓનલાઇન થવા લાગ્યા છે. પરિણામે લેપટોપ (Laptop) અને સ્માર્ટફોન (Smartphone)ની ડિમાન્ડ વધી છે. ભારતના ખૂણે ખૂણે ઇન્ટરનેટ પહોંચ્યું હોવાના કારણે ઓનલાઇન સર્વિસીઝનો પણ વિસ્તાર થયો છે. આમ ઘરની શોભા વધારતું લેપટોપ આજના સમયમાં જરૂરત બની ગયું છે. જોકે, આવા ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ (Electronic Gadgets) સમયાંતરે બગડવા પણ લાગે છે. જેથી આપણે તેને રીપેર કરાવવા માટે સર્વિસ સેન્ટરની મુલાકાત લેવી પડે છે. આવા ગેજેટ્સને રીપેર કરવા માટે સ્કિલ્ડ લેબરની જરૂર પડે છે. ત્યારે તમે મોબાઈલ કે લેપટોપનું રીપેરીંગ સેન્ટર ખોલીને સારી કમાણી કરી શકો છો.
આ બિઝનેસ શરુ કરવા માટે તમારી પાસે બધી જ જાણકારી હોવી જરૂરી છે. તમે ઓનલાઇન પણ મોબાઈલ અને લેપટોપ રીપેરીંગ શીખી શકો છો. પરંતુ કોઈ ઇન્સ્ટિટ્યૂટમાં તેનો કોર્સ કરવો વધુ ઉચિત છે. કોર્સ કર્યા બાદ તમે કોઈ રીપેરીંગ સેન્ટરમાં પણ થોડો સમય કામ કરી શકો છો.
આ રીતે શરુ કરો મોબાઈલ-લેપટોપ રીપેરીંગ સેન્ટરનો બિઝનેસ: જ્યારે તમે મોબાઈલ-લેપટોપ રીપેરીંગ સંપૂર્ણ રીતે શીખી લો, ત્યારે તમારે તમારું પોતાનું રીપેરીંગ સેન્ટર ખોલવું જોઈએ. લેપટોપ રીપેરીંગ સેન્ટર એવી જગ્યાએ ખોલવું જોઈએ, જ્યાં લોકો સરળતાથી પહોંચી શકે. એવી જગ્યાએ સેન્ટર શરુ કરવું જોઈએ, જ્યાં કોઈ રીપેરીંગ સેન્ટર ન હોય. તમે તમારા સેન્ટરનો પ્રચાર કરવા માટે સોશ્યલ મીડિયાની મદદ લઇ શકો છો.
જેથી વધુમાં વધુ લોકોને જાણ થાય કે તેમની નજીક જ રીપેરીંગ સેન્ટર શરુ કરવામાં આવ્યું છે. જેનાથી ગ્રાહકોની સંખ્યામાં વધારો થશે. લેપટોપ અને મોબાઇક રીપેરીંગ સેન્ટર ખોલ્યા.ની શરૂઆતમાં તમારે વધુ સમાન રાખવાની જરૂર નહીં પડે, કારણ કે તમારે માત્ર બગડેલા ગેજેટ્સ જ રીપેર કરવાના છે. જેથી તમારે માત્ર જરૂરી હાર્ડવેર જ તમારી પાસે રાખવાના છે. તમારે મધરબોર્ડ, પ્રોસેસર, રેમ, હાર્ડ ડ્રાઈવ અને સાઉન્ડ કાર્ડ જેવી વસ્તુઓ વધુ પ્રમાણમાં નહીં રાખવા પડે, કારણ કે તમે આ બધું જરૂર પડ્યે તરત જ મંગાવી શકો છો
ખર્ચ અને કમાણી: તમે લેપટોપ અને મોબાઈલ રીપેરીંગ સેન્ટર ખૂબ ઓછા રોકાણ સાથે શરુ કરી શકો છો. શરૂઆતમાં તમે તેને 30થી 50 હજાર રૂપિયાનું રોકાણ કરીને શરુ કરી શકો છો. તેમજ શરૂઆતમાં તમે ઓછા ઉપકારનો સાથે તેની શરૂઆત કરી શકો છો.
જેમ-જેમ તમારો બિઝનેસ વધતો જાય, તેમ-તેમ તમે રોકાણ કરી શકો છો. જણાવી દઈએ કે, મોબાઈલ અને લેપટોપ રીપેરીંગની ફી વધુ હોય છે. જેથી તમે આ બિઝનેસ થકી સારી કમાણી કરી શકો છો. તમે કોઈ કંપની સાથે ટાઈ અપ પણ કરી શકો છો. તેનાથી પણ તમે દર મહિને સારી કમાણી કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.